ઓક્સિજન ખૂટી પડતાં આ રાજ્યએ ફ્રાંસથી મંગાવ્યા 21 ઓક્સિજન પ્લાન્ટ, જાણો વિગત
દિલ્હીની હોસ્પિટલો સામે ઓક્સિજની અછત એક મોટી સમસ્યા બની છે. આ સંકટનો સામનો કરવા કેજરીવાલ સરકારે મોટું પગલું લીધું છે. મુખ્યમંત્રી કેજરીવાલે આજે કહ્યું કે, ફ્રાંસથી 21 રેડી ટુ યૂઝ ઓક્સિજન પ્લાન્ટ મંગાવ્યા છે.
નવી દિલ્હીઃ કોરોનાના આ ભીષણ સંકટ કાળમાં રાજધાની દિલ્હીની હોસ્પિટલો સામે ઓક્સિજની અછત એક મોટી સમસ્યા બની છે. આ સંકટનો સામનો કરવા કેજરીવાલ સરકારે મોટું પગલું લીધું છે. મુખ્યમંત્રી કેજરીવાલે આજે કહ્યું કે, ફ્રાંસથી 21 રેડી ટુ યૂઝ ઓક્સિજન પ્લાન્ટ મંગાવ્યા છે.
તેમણે કહ્યું, અમે ફ્રાંસથી 21 રેડી ટૂ યૂઝ ઓક્સિજન પ્લાન્ટ આયાત કરી રહ્યા છીએ. તેનો ઉપયોગ તરત કરી શકાય છે. તેને દિલ્હીની વિવિધ હોસ્પિટલમાં કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી સરકારે બેંગકોકથી 18 ઓક્સિજન ટેંકર પણ મંગાવ્યા હોવાનું તેમણે કહ્યું હતુ. આ ટેંકર આવતીકાલથી આવવવાના ચાલુ થઈ જશે. આ માટે અમે કેન્દ્ર સરકારને એરપોર્ટથી જહાજ આપવાની રિકવેસ્ટ કરી છે.
આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસ 92,358 છે. જ્યારે 9,40,930 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજધાની દિલ્હીમાં કોરોનાથી 14,628 લોકોના મોત થયા છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીં કેસ અને મોતનું પ્રમાણ વધી રહ્યું છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,23,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2771 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,51,827 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 73 લાખ 13 હજાર 613
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 43 લાખ 04 હજાર 382
કુલ એક્ટિવ કેસ - 28 લાખ 13 હજાર 658
કુલ મોત - 1 લાખ 95 હજાર 123
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 19 લાખ 11 હજાર 223 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.