શોધખોળ કરો
Advertisement
ચિદંબરમે જમ્મુ કાશ્મીરના કોગ્રેસ નેતાની નજરબંદી પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ- કોર્ટ એક્શન લેશે તેવી આશા
તેમણે જમ્મુ કાશ્મીર કોગ્રેસ કમિટીના અધ્યક્ષ ગુલામ અહમદ મીરની નજરબંદી પર પણ સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી કોગ્રેસ નેતાઓ તરફથી સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે, હવે કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે કહ્યુ કે, આશા છે કે કોર્ટ હવે તેના પર કોઇ એક્શન લેશે. તેમણે જમ્મુ કાશ્મીર કોગ્રેસ કમિટીના અધ્યક્ષ ગુલામ અહમદ મીરની નજરબંદી પર પણ સવાલ ઉઠાવ્યા છે.
મનમોહનસિંહ સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા પી ચિદંબરમે શનિવારે અનેક ટ્વિટ કરી જમ્મુ કાશ્મીરના મામલા પર સરકારની નીતિઓને લઇને સવાલ ઉઠાવ્યા છે. એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, મને આશા છે કે કોર્ટ એક્શન લેશે અને નાગરિકોની સ્વતંત્રતા સુનિશ્વિત કરશે. સરકારને નાગરિકોની સ્વતંત્રતા છીનલી લેવાનો કોઇ અધિકાર નથી. આ બંધારણની કલમ 21નો ભંગ છે.I hope the Courts will act and secure the liberty of citizens.
— P. Chidambaram (@PChidambaram_IN) August 17, 2019
તેમણે કોગ્રેસના જમ્મુ કાશ્મીર પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીરનેહાઉસ અરેસ્ટ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, કોઇ પણ પ્રકારના લેખિત આદેશ વિના જમ્મુમાં તેમને નજરબંદ કરવું પુરી રીતે ગેરકાયદેસર છે. નોંધનીય છે કે મોદી સરકારે છેલ્લા પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની બે મુખ્ય જોગવાઇઓ હટાવી દીધી હતી. મોદી સરકારના આ પગલાનો કોગ્રેસ સહિતની પાર્ટીઓ વિરોધ કરી રહી છે.The State has no right to deprive a citizen of his liberty for even one moment without authority of law. That is Article 21 of the Constitution.
— P. Chidambaram (@PChidambaram_IN) August 17, 2019
Ghulam Ahmad Mir, PCC President, J&K is under house arrest in Jammu since Friday. There was no written order of detention. Outrageously illegal.
— P. Chidambaram (@PChidambaram_IN) August 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement