Pahalgam Attack: પહેલગામ આતંકી હુમલાને લઈ પોલીસે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં બે નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને લગભગ 21 લોકો ઘાયલ થયા હતા.

જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં બે નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને લગભગ 21 લોકો ઘાયલ થયા હતા. આશંકા છે કે હુમલામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હજુ વધી શકે છે. આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ હુમલાની જવાબદારી લીધી છે. TRF આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું સહયોગી સંગઠન છે.
Anantnag Police announces a 24/7 Emergency Help Desk for Tourists. pic.twitter.com/kaBMnwKPIN
— ANI (@ANI) April 22, 2025
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અનંતનાગ પોલીસે પ્રવાસીઓની મદદ માટે 24/7 ઇમરજન્સી હેલ્પ ડેસ્ક બનાવ્યું છે. કોઈપણ માહિતી માટે પ્રવાસીઓ અને તેમના પરિવારજનો 9596777669, 01932225870 અને વોટ્સએપ 9419051940 પર સંપર્ક કરી શકે છે.
આતંકવાદીઓને મારવા માટે ઓપરેશન શરૂ થયું
પ્રાપ્ત માહિતી અનુસાર, આટલા મોટા આતંકી હુમલા બાદ આતંકીઓને ખતમ કરવા માટે એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન ભારતીય આર્મી વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસની SOG અને CRPF દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આતંકવાદી હુમલાના સમાચાર સામે આવતાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં સેના અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં હુમલા બાદની સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ અમિત શાહ કાશ્મીર જવા રવાના થયા હતા.
વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.





















