'સરકારે કડક પગલા લેવા જોઈએ' પહેલગામ હુમલા પર રાહુલ ગાંધી બોલ્યા- આંતકવાદ સામે સમગ્ર દેશ એકજૂટ
વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે (22 એપ્રિલ, 2025) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે.

Rahul Gandhi On Pahalgam Terrorist Attack: વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે (22 એપ્રિલ, 2025) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના હૃદયદ્રાવક છે અને સમગ્ર દેશ આતંકવાદ સામે એકજૂટ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને, તેમણે કહ્યું, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં પ્રવાસીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું.
તેમણે વધુમાં કહ્યું કે, સમગ્ર દેશ આતંકવાદ સામે એકજૂટ છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લેવી જોઈએ અને ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને અને નિર્દોષ ભારતીયો આ રીતે જીવ ન ગુમાવે તે માટે નક્કર પગલાં લેવા જોઈએ.
जम्मू-कश्मीर के पहलगाम में हुए कायराना आतंकी हमले में पर्यटकों के मारे जाने और कई लोगों के घायल होने की ख़बर बेहद निंदनीय और दिल दहलाने वाली है।
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2025
मैं शोकाकुल परिवारों के प्रति गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की आशा करता हूं।
आतंक के खिलाफ पूरा देश…
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું ?
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપોસ્ટ પર લખ્યું, હું જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પરના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. સમગ્ર દેશ સરહદ પારના આતંકવાદ સામે એકજૂટ છે. આ કાયરતાપૂર્ણ હુમલા માનવતા પર કલંક સમાન છે. સમાચાર અહેવાલો દર્શાવે છે કે ઘણા કિંમતી જીવો ગુમાવ્યા છે. કોંગ્રેસ પાર્ટી વતી, પીડિતોના પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના. અમારી સંવેદના અને પ્રાર્થના ઘાયલોની સાથે છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી છે અને અમે ભારત સરકારને આ સુનિશ્ચિત કરવા માટે સુધારાત્મક પગલાં લેવા વિનંતી કરીએ છીએ.
વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકવાદી ઘટનામાં TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સંગઠન સામેલ હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલગામની બૈસરન ઘાટીમાં ગોળીબારના અવાજો સંભળાયા હતા. બૈસરન ઘાસના મેદાનમાં ઘોડેસવારીનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ પર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ શું બોલ્યા ?
હવે આ મામલે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય રક્ષા મંત્રીએ લખ્યું, 'પહલગામ (જમ્મુ અને કાશ્મીર)માં આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુઃખ થયું. નિર્દોષ નાગરિકો પરનો આ કાયરતાપૂર્ણ હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય છે. મારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.'

