શોધખોળ કરો
Advertisement
જો પાકિસ્તાન સામે યુદ્ધ થાય તો કેટલા સમય સુધી લડી શકે છે ભારતીય સૈન્ય? જાણો
નવી દિલ્લીઃ ભારતીય સૈન્ય દ્ધારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઇ છે. પાકિસ્તાન સૈન્યની તાકાત ભારત કરતા અનેકગણી ઓછી છે. એશિયા પેસેફિક, ડિફેન્સ એન્ડ એનાલિસિસના કહેવા પ્રમાણે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાનના હથિયારો ફક્ત દોઢ મહિનામાં જ ખત્મ થઇ જાય. તો ભારત ચાર મહિના સુધી સતત પ્રભાવી રીતે યુદ્ધ કરી શકે છે.
વિશ્વેષકોના મતે જો પાકિસ્તાન આર્મી, એરફોર્સ અને નૌસેનાના તમામ વેપન્સનો ઉપયોગ કરે તો પણ દોઢ મહિના સુધી જ તે યુદ્ધ લડી શકે છે જ્યારે ભારત ચાર મહિના સુધી લડી શકે છે. જો ફક્ત ભૂમિ સેના લડાઇ લડે છે તો ભારત 55 દિવસ જ્યારે પાકિસ્તાન 25 દિવસ જ લડાઇ લડી શકશે. કેગના અહેવાલ બાદ ભારતે પોતાના હથિયારોના જથ્થામાં ઝડપથી વધારો કરવાની શરૂઆત કરી હતી.
પાકિસ્તાન 63 ટકા હથિયારો ચીન પાસેથી ખરીદે છે. તે તેના બળ પર ભારતને આંખ બતાવી રહ્યું છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો 2.10 કરોડ લોકો તરત જ મરી જશે અને ઓઝોનનું અડધુ પડ ખત્મ થઇ જતાં દુનિયાનું વાતાવરણ વેરવિખેર થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement