શોધખોળ કરો
F-16થી ભારત પર એટેક કરીને પાકિસ્તાને તોડ્યો અમેરિકાનો આ નિયમ, થઇ શકે છે મોટી કાર્યવાહી, જાણો શું છે નિયમ

નવી દિલ્હીઃ પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય વાયુસેના પર જે વિમાનથી એટેક કર્યો હતો તે F-16 અમેરિકામાંથી ખરીદેલા છે. અમેરિકાએ જ્યારે પાકિસ્તાનને આ વિમાન આપ્યા ત્યારે કેટલાક નિયમો અને કરાર થયાં હતા, જે અનુસાર તે ક્યારે ને કઇ રીતે યૂઝ કરી શકાય તે મહત્વનુ છે. જોકે, પાકિસ્તાને F-16 દ્વારા હુમલો કરવાને લઇને હવે અમેરિકા એક્શનમાં આવી ગયુ છે અને પાકિસ્તાન પર કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે.
[gallery ids="379137"]
અમેરિકાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ કોન ફૉકનરે કહ્યું કે, પાકિસ્તાને 'એન્ડ યૂઝર' નિયમ તોડ્યો હશે તો તેના પર મોટી કાર્યવાહી થઇ શકે છે, હાલમાં અમેરિકા F-16ના યૂઝ કરવાને લઇને સબૂતો એકઠા કરી રહ્યુ છે.
F-16 અને 'એન્ડ યૂઝર'
'એન્ડ યૂઝર' કરાર, અમેરિકા અનુસાર, F-16 વિમાન આતંકવાદ સામે પાકિસ્તાનની ક્ષમતા વધારવા માટે છે, એટલે કે પાકિસ્તાન F-16નો ઉપયોગ આતંકવાદ વિરુદ્ધ કરી શકે છે, પણ કોઇ દેશના સૈન્ય ઉપર એટેક કરવા નહીં. અમેરિકાએ F-16ના ઉપયોગને લઇને પાકિસ્તાન પર 12 પ્રતિબંધો લગાવ્યા છે. નિયમ અનુસાર, F-16ને યુદ્ધ સિવાય બીજી કોઇ જગ્યા પર ઉપયોગ કરતાં અટકાવે છે.
નોંધનીય છે કે, ભારતીય વાયુસેનાએ મિગ વિમાનથી પાકિસ્તાનના F-16 વિમાનને તેની જ સરહદ પર તોડી પાડ્યુ હતું, જેને પાકિસ્તાને ઇનકાર કરી દીધો હતો. બાદમાં ભારતે પુરાવા આપ્યા, જેમાં આ વિમાનનો કાટમાળ પીઓકેમાંથી મળ્યો હોવાનું સામે આવ્યુ હતું. સાથે સબૂત તરીકે એલઓસી પાસે એમરૉન મિસાઇલનો ટુકડો મળ્યો તે પણ બતાવ્યો હતો, જે F-16 વિમાનથી જ છોડી શકાય છે.



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
