શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને ફરીથી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, ચિઠ્ઠી મોકલી ભારતને વાતચીત માટે આપ્યું આમંત્રણ
ઈસ્લામાબાદ: પાકિસ્તાને એકવાર ફરીથી કાશ્મીર વિવાદના મુદ્દાને ઉઠાવીને સોમવારે આ મુદ્દા પર ભારતને વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને ભારતીય ઉચ્ચાયુક્તને બોલાવીને એક ચિઠ્ઠી આપી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે. પાકિસ્તાને આ કદમ ત્યારે ઉઠાવ્યું છે જ્યારે બે દિવસ પહેલા ભારતે સખ્ત શબ્દોમાં કહ્યું હતું કે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન સાથે હવે કોઈ વાતચીત કરવામાં આવશે નહીં. અને વાતચીત થશે તો પીઓકે અને આતંકવાદ જેવા મુદ્દા પર થશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જાકારિયાએ સોમવારે જણાવ્યું હતું કે ભારતીય ઉચ્ચાયુક્તને સોંપવામાં આવેલી ચિઠ્ઠીમાં જમ્મુ-કાશ્મીરના મુદ્દાને હલ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પ્રમાણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે અંતરરાષ્ટ્રીય સમજૂતીની વાત કરવામાં આવી છે. તેમને કહ્યું, પત્રમાં ભારતીય વિદેશ સચિવને પાકિસ્તાન આવવા અને બન્ને દેશોની વચ્ચે વિવાદના મૂળ જડ જમ્મુ-કાશ્મીર પર વાત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement