શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: કલમ 370 હટાવાના નિર્ણયથી પાકિસ્તાનમાં ફફડાટ, ઈમરાનના મંત્રીએ આપી યુદ્ધની ધમકી
જમ્મુ કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 રદ્દ કરી. જેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉજવણી કરી રહ્યા છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં ઈમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીએ ભારતને ધમકી આપી છે.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 રદ્દ કરી. જેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉજવણી કરી રહ્યા છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં ઈમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીએ ભારતને ધમકી આપી છે. ફવાદ ચૌધરીએ ટ્વિટ કરતા લખ્યું, અમારા પર યુદ્ધને થોપવામાં આવશે. તો અમે પણ જવાબ આપવા માટે તૈયાર રહેવાના છીએ. કારણકે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે શિમલા સમજૂતી હેઠળ બંને દેશો કાશ્મીર મુદ્દે પરસ્પર વાતચીતથી જ કરી શકે છે.
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 ને બદલવાના પ્રસ્તાવ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું છે. જેને લઈને પાકિસ્તાનની સરકાર અને ત્યાંની રાજકીય પાર્ટીઓમાં ફફટાડ છે. ફવાદ ચૌધરીએ કહ્યુ, ભારત કાશ્મીરનાં નિર્દોષ લોકો પર અત્યાચાર અને બર્બરતા કરી રહ્યુ છે. પાકિસ્તાનમાં સંસદની કાર્યવાહીમાં પડ્યા વગર ભારતને જવાબ આપવો જોઈએ. આપણે યુદ્ધ માટે તૈયાર રહેવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવતા પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકાર ઈમરજન્સી બેઠક બોલાવી રહી છે.Modi Govt is trying to make Kashmir another Palestine by changing the population demography and bringing settlers into Kashmir, Parliamentarians must stop fighting on trivial issues lets respond India by blood, tears, toil and sweat, we must be ready to fight if war is imposed
— Ch Fawad Hussain (@fawadchaudhry) August 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion