પાકિસ્તાને નાગરિક વિમાનોને ઢાલ બનાવી હુમલો કર્યો, કર્નલ સોફિયાએ તસવીર સાથે PAKની પોલ ખોલી
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન એટલું બધુ બોખલાહટમાં છે કે તેને સામાન્ય નાગરિકોની પણ પડી નથી. શુક્રવારે (9મે 2025)એ કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું કે પાકિસ્તાને નાગરિક વિમાનોને ઢાલ બનાવી હુમલો કર્યો.

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન એટલું બધુ બોખલાહટમાં છે કે તેને સામાન્ય નાગરિકોની પણ પડી નથી. શુક્રવારે (9મે 2025)એ કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું કે પાકિસ્તાને નાગરિક વિમાનોને ઢાલ બનાવી હુમલો કર્યો. પાકિસ્તાન ભીષણ ડ્રોન હુમલા કરી રહ્યું હતું, તેમ છતાં તેણે દમમથી લાહોર વચ્ચે ફ્લાઈટ ચાલુ રાખી હતી. હુમલાઓ વચ્ચે તેણે એરસ્પેસને ચાલુ રાખી હતી, આ કારણે સામાન્ય નાગરિકોને નુકસાન થઈ શકે તેમ હતું. કર્નલ સોફિયા કુરૈશીએ તસવીર સાથે પાકિસ્તાનની પોલ ખોલી અને કહ્યું કે ભારતે સંયમ રાખ્યો અને નાગરિક વિમાનોને નુકશાન ન પહોંચવા દિધુ. તસવીરમમાં દમમથી લાહોર પહોંચેલી ફ્લાઈટની તમામ ડિટેલ, ટાઈમિંગ અને રુટની જાણકારીી આપવામાં આવી હતી.
ગુરુવારે પાકિસ્તાને ભારતના 15 શહેરોમાં લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ S-400 એ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્ય હતા. આજે, વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ગુરુવારના ઘટનાક્રમ અંગે સત્તાવાર જાણકારી આપી હતી.
કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ગઈકાલે રાત્રે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. 300-400 ડ્રોનનો ઉપયોગ કરીને સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રોન તુર્કીના હતા. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ સંયમથી જવાબ આપ્યો.
કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું, '8-9 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ લશ્કરી માળખાને નિશાન બનાવવાના ઈરાદાથી ઘણી વખત સમગ્ર ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.' પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર ભારે કેલિબર હથિયારોથી ગોળીબાર પણ કર્યો. આંતરરાષ્ટ્રીય અને નિયંત્રણ રેખા પર 36 સ્થળોએ ઘૂસણખોરી માટે 300-400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતે આમાંના ઘણા ડ્રોનને તોડી પાડ્યા.
પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતા ડ્રોન તુર્કીના
કર્નલ સોફિયાએ કહ્યું, "પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતા ડ્રોન તુર્કીના હતા. ભટિંડા લશ્કરી મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું, યુએવીથી હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને નષ્ટ કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાના કેટલાક સૈનિકો માર્યા ગયા હતા, પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું હતું."
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, "પાકિસ્તાની સેના દ્વારા ગઈકાલે રાત્રે કરાયેલી કાર્યવાહી કાયરતાપૂર્ણ હતી. પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારતીય શહેરો અને લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સૈનિકોએ આ હુમલાઓનો જવાબ આપ્યો."




















