શોધખોળ કરો

સુરત જઈ રહેલા 3 લોકોને 200 માણસોના ટોળાએ ઝાડ પર લટકાવીને મારી નાંખ્યા, જાણો કેમ કરાઈ તેમની હત્યા?

ગુરુવારે રાત્રે પાલઘર જિલલાના કાસા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે, આ વિસ્તારમાં ચોર ફરતા હોવાની અફવા ફેલાઈ હતી.

પાલઘરઃ દેશમાં એક બાજુ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ અફવાની આગે નવું સંકટ પેદા કરી દીધું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં અફવા ત્રણ લોકોનો જીવ લીધો છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, ધર્મ વિશેષને લઈ આ હત્યા નથી થઈ. સરકારે આ મામલાને ધાર્મિક રંગ ન આપવાની અપીલ કરી છે. અફવાના કારણે ટોળાએ મહારાષ્ટ્રના પાલઘરમાં પોલીસની હાજરીમાં જ ત્રણ લોકોની હત્યા કરી નાંખી હતી. પોલીસે આ મામલે 101 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 9 સગીરોને બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે હત્યા, દંગા કરવા તથા સરકારી કર્મચારી પર હુમલો કરવાનો કેસ નોંધ્યો છે. ગુરુવારે રાત્રે પાલઘર જિલલાના કાસા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે, આ વિસ્તારમાં ચોર ફરતા હોવાની અફવા ફેલાઈ હતી. રાત્રે 10 વાગ્યે ખાનવેલ માર્ગ પર નાસિક તરફથી આવતી ગાડીમાં 3 લોકો હતા. ગામ લોકોએ તેમને અટકાવ્યા અને બાદમાં ચોર હોવાની આશંકાએ પથ્તરોથી હુમલો કરી દીધો. ત્રણેયનું ઘટના સ્થલે મોત થયું હતું. ત્રણેય મૃતકો મુંબઈના કાંદિવલીથી સુરત જતા હતા. જેમના નામ સુશીલગિરી મહારાજ (ઉ.35), ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી (ઉ.70) અને ડ્રાઇવર નિલેશ તેલગડે (ઉ.30) હતા. પાલઘરના જે ગામમાંથી પસાર થવાના હતા ત્યાં અપહરણ અને ચોરીની અફવા ફેલાઈ હતી.  લોકડાઉનની આડમાં અપહરણ કરવામાં આવતું હોવાની અફવા ફેલાઈ હતી. આ અફવાના કારણે ત્યાંથી પસાર થતાં ત્રણ લોકો ભોગ બન્યા હતા. આ હત્યા પોલીસની હાજરીમાં થઈ હોવાથી બીજેપીએ કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું, મહારાષ્ટ્રના પાલઘરમાં 2 સંત અને તેમના ડ્રાઇવરને ટોળા દ્વારા નિર્દયતાથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ ઘટના ગુરુવારની છે. કોઈ લોકશાહી કે બંધારણના દાખલા નથી આપી રહ્યા, આપે પણ કેવી રીતે... આ સંતોનું મૃત્યુ થયું છે, અહીં સંતોનું કોણ પૂછે છે? બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે ટ્વિટ કરીને લખ્યુ, પાલઘરમાં ત્રણ લોકોની જિંદગી છીનવી લેનારી આ હિંસાની નિંદા કરુ છું. આવા ટોળાને સમાજમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Embed widget