શોધખોળ કરો
પંચકૂલા હિંસાઃ કોર્ટમાં વકીલે કરી એવી દલીલ કે હનીપ્રીતને લાગ્યો ઝટકો, હજુ રહેવું પડશે જેલમાં
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની દત્તક દીકરી અને પંચકૂલા હિંસાની કાવતરાખોર હનીપ્રીતને કોર્ટમાંથી રાહત મળી નથી. દેશદ્રોહના આરોપમાં જેલમાં બંધ હનીપ્રીતની જામીન અરજી પંજાબ-હરિયાણા હાઇકોર્ટે ફગાવી દીધી છે.
![પંચકૂલા હિંસાઃ કોર્ટમાં વકીલે કરી એવી દલીલ કે હનીપ્રીતને લાગ્યો ઝટકો, હજુ રહેવું પડશે જેલમાં Panchkula violence Punjab and Haryana High Court rejects bail plea of Honeypreet પંચકૂલા હિંસાઃ કોર્ટમાં વકીલે કરી એવી દલીલ કે હનીપ્રીતને લાગ્યો ઝટકો, હજુ રહેવું પડશે જેલમાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/04200708/honeypreet.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની દત્તક દીકરી અને પંચકૂલા હિંસાની કાવતરાખોર હનીપ્રીતને કોર્ટમાંથી રાહત મળી નથી. દેશદ્રોહના આરોપમાં જેલમાં બંધ હનીપ્રીતની જામીન અરજી પંજાબ-હરિયાણા હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટના વકીલ જસ્ટિસ રામેન્દ્ર જૈને હનીપ્રીતને જામીન આપવાથી ઈનકાર કરતા કહ્યું કે, અરજીકર્તા પર ગંભીર આરોપો છે, આ સ્થિતિમાં તેમને જામીન ન આપી શકાય. હનીપ્રીતના વકીલે કહ્યુ હતું કે, તેમને પણ પક્ષ રાખવાનો મોકો આપવો જોઈએ. જે બાદ 26 ઓગસ્ટના રોજ સુનાવણી થવાની હતી, પરંતુ જજે સુનાવણીથી ઈન્કાર કરી દીધો હતો. રામ રહીમને સજા બાદથી હનીપ્રીત 25 ઓગસ્ટ, 2017થી જેલમાં છે.
ગુરમીત રામ રહીમને કોર્ટે બે મહિલાઓ સાથે દુષ્કર્મના કેસમાં ઓગસ્ટ 2017માં 20 વર્ષની સજા સંભળાવી હતી વિશેષ સીબીઆઈ કોર્ટે પણ ગુરમીત રામ રહીમ સહિત ત્રણ અન્ય લોકોને 16 વર્ષ પહેલા એક પત્રકારની હત્યા માટે આજીવન કેદની સજા ફરમાવી હતી. રામ રહીમને દોષી જાહેર કર્યા બાદ સિરસા અને પંચકુલામાં હિંસા થઈ હતી. જેમાં 41 લોકોના મોત થયા હતા અને 260થી વધુ ઘાયલ થયા હતા. હિંસા સમયે તે ડેરા પ્રમુખ સાથે હતી.
ડેરા પ્રમુખ સાથે તે પંચકૂલાથી સીધી રોહતકની સુનારિયા જેલ ગઈ હતી. જ્યાં તેને દંગા અંગે કોઈ જાણકારી નહોતી. તેમ છતાં હિંસાનું કાવતરું રચવાની આરોપી બનાવી દેવામાં આવી. હનીપ્રીતને પકડવા માટે હરિયાણા પોલીસે ઘણો લાંબો સમય રાહ જોવી પડી હતી. 38 દિવસ ફરાર રહ્યા બાદ હનીપ્રીતને 3 ઓક્ટોબર, 2017ના રોજ હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે.
હનીપ્રીતનું ખરું નામ પ્રિયંકા તનેજા છે. વર્ષ 1999માં તેના અને વિશ્વાસ ગુપ્તાનાં લગ્ન થયાં હતાં. વિશ્વાસે 2011માં છૂટાછેડા માટે આવેદન આપ્યું હતું. કથિત રીતે તેણે રામ રહીમ સિંહ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. 2002માં પહેલીવાર રામ રહીમ સામે રેપના આરોપ લાગ્યા હતા. એક મહિલાએ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો. પત્રમાં મહિલાએ દાવો કર્યો હતો કે રામ રહીમ ત્રણ વર્ષથી તેની ઉપર રેપ કરી રહ્યો હતો.
![પંચકૂલા હિંસાઃ કોર્ટમાં વકીલે કરી એવી દલીલ કે હનીપ્રીતને લાગ્યો ઝટકો, હજુ રહેવું પડશે જેલમાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/04200733/honeypreet1-272x300.jpg)
![પંચકૂલા હિંસાઃ કોર્ટમાં વકીલે કરી એવી દલીલ કે હનીપ્રીતને લાગ્યો ઝટકો, હજુ રહેવું પડશે જેલમાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/04200752/honeypreet2-300x225.jpg)
![પંચકૂલા હિંસાઃ કોર્ટમાં વકીલે કરી એવી દલીલ કે હનીપ્રીતને લાગ્યો ઝટકો, હજુ રહેવું પડશે જેલમાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/04200808/honeypreet3-300x225.jpg)
નવો મોટર વ્હીકલ એક્ટઃ સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો ખર્ચમાં ઘટાડો કરવા BSNL અડધા કર્મચારીઓને આપશે VRS, જાણો વિગતે અમરેલીઃ ભારે વરસાદથી કઈ કઈ નદીમાં આવ્યું પુર, જાણો વિગતેPunjab & Haryana High Court rejects bail plea of Honeypreet, an aide of rape convict Dera chief Gurmeet Ram Rahim Singh. Honeypreet was accused of inciting violence in Panchkula(Haryana) following arrest of the Dera chief in 2017. (file pic) pic.twitter.com/42qWzDxCxz
— ANI (@ANI) September 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)