શોધખોળ કરો
Advertisement
નવજોત સિંહ સિદ્ધુ મામલે પરેશ રાવલે કૉંગ્રેસ પર કર્યો કટાક્ષ, કહ્યું, - સોનિયા કરતા સોની ટીવી વધારે સમજદાર!
નવી દિલ્હી: કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ નવજોત સિંહ સિદ્ધુના નિવેદનને લઈને ચાલી રહેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. લોકો સતત તેનો વિરોધ કરી રહ્યા છે. આજે ફિલ્મ અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલે ટ્વિટ કરતા લખ્યું, સોની ટીવીમાં સોનિયા ગાંધી કરતા વધારે સમજદારી છે!
પુલવામા હુમલા પર નવજોત સિંહ સિદ્ધુના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. ટ્વિટર પર કાલે બોયકોટ સિદ્ધુ નંબર વન પર ટ્ર્રેન્ડ કરી રહ્યું હતું. લોકો માંગ કરી રહ્યા હતા કે સિદ્ધુને ધ કપિલ શર્મા શો માંથી હટાવવામાં આવે. ત્યારબાદ રિપોર્ટ્સ સામે આવ્યા કે સિદ્ધુની હકાલપટ્ટી કરવામાં આવી છે.
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે આ કાયરતાપૂર્ણ હરકત છે. આ સાથે જ તેણે કહ્યું, આતંકવાદનો કોઈ દેશ અને ધર્મ નથી હોતો અને આતંકવાદીઓની કોઈ જાતિ નથી હોતી. સિદ્ધુના આ નિવેદન બાદ દેશભરમાં તેની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement