Parliament Live Updates: કૃષિ કાયદાઓ રદ કરવા સંબંધિત બિલ લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ પાસ
Farm Laws Repealed in Parliament: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સરકાર દ્વારા 3 કૃષિ કાયદાને રદ્દ કરવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે.
LIVE
Background
Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સરકાર દ્વારા 3 કૃષિ કાયદાને રદ્દ કરવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. વિપક્ષે ચર્ચાની માંગ કરી છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ બિલ રજૂ કર્યું છે.
રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે
લોકસભા અને રાજ્યસભામાંથી કૃષિ કાયદાઓ પરત લેવા સંબંધિત બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. હવે તેના પર હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ત્રણેય કૃષિ કાયદાઓ રદ થઇ જશે.
Union Agriculture Minister Narendra Singh Tomar tables the Farm Laws Repeal Bill 2021 in Rajya Sabha
— ANI (@ANI) November 29, 2021
The Bill has been passed in the Lok Sabha. pic.twitter.com/dXsbwZKVRy
રાજ્યસભામાંથી પણ બિલ પાસ
લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ વિપક્ષ સાંસદોના હોબાળા વચ્ચે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ કાયદાઓ રદ કરવા સંબંધિત બિલ પાસ કરાવી દીધું છે.
રાજ્યસભામાં રજૂ કરાયુ બિલ
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ કાયદાઓ રદ કરવા સંબંધિત બિલને રાજ્યસભામાં રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળાના કારણે 30 મિનિટ સુધી કાર્યવાહી સ્થગિત કરાઇ હતી
રાજ્યસભામાં આજે રજૂ કરાશે બિલ
હવે રાજ્યસભામાં કૃષિ કાયદાઓ પરત ખેંચવા સંબંધિત બિલ બપોરે એક વાગ્યા રજૂ કરાશે. સરકાર આજે જ બિલ રાજ્યસભામાં રજૂ કરવા માંગે છે.
લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
લોકસભામાં વિપક્ષી સાંસદોએ નારા લગાવ્યા હતા. વિપક્ષના હોબાળા વચ્ચે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદાઓ રદ કરવા સંબંધિત બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. જેને થોડા સમય બાદ લોકસભામાંથી પાસ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી હતી.