શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સ્મૃતિ ઈરાનીની બોગસ ડિગ્રી મામલે કાર્યવાહી 1 ઓક્ટોબર સુધી સ્થગિત
નવી દિલ્લી: નકલી ડિગ્રી વિવાદમાં કેંદ્રીય કપડાં મંત્રી સ્મૃતિ ઈરાનીને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્લીની પટિયાલા હાઈકોર્ટે આ મામલે આગામી સૂનવણી 1 ઓક્ટોબર સુધી ટાળી દીધી છે.
જો કે, નકલી ડિગ્રી વિવાદમાં કેંદ્રીય કપડાં મંત્રી સ્મૃતિ ઈરાનીને સમન્સ મોકલવાની માંગ કરવામાં આવી હતી. ઈરાની પર ચૂંટણી લડવા માટે ચૂંટણી આયોગમાં દાખલ કરેલ સોંગદનામામાં પોતાની શૈક્ષણિક યોગ્યતા વિશે ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ફ્રીલાંસ રાઈટર અહમર ખાને સ્મૃતિ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ખાને આરોપ લગાવ્યો હતો કે, સ્મૃતિએ ચૂંટણી આયોગ સમક્ષ દાખલ કરેલ સોંગદનામામાં પોતાની શૈક્ષણિક યોગ્યતા વિશે જાણી જોઈને ખોટી માહિતી આપી હતી, અને જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ 125 અને આઈપીસીની કલમો પ્રમાણે કોઈ ઉમેદવાર જાણી જોઈને ખોટી માહિતી આપે છે તો તેને સજા આપવામાં આવી શકે છે.
તેના પહેલા, ચૂંટણી આયોગ તરફથી કોર્ટમાં રજૂ થયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્મૃતિ તરફથી તેમની શૈક્ષણિક યોગ્યતા વિશે દાખલ કરવામાં આવેલા દસ્તાવેજ મળી રહ્યા નથી. પરંતુ ચૂંટણી આયોગે કહ્યું કે આ જાણકારી તેમની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion