General Knowledge: ભારતના આ રાજ્યોમાં તમે નથી ખરીદી શકતા જમીન,ખૂબ કડક છે નિયમો
General Knowledge: દરેક વ્યક્તિ પોતાના સપનાનું ઘર બનાવવાની ઈચ્છા રાખે છે. ઘણી વખત વ્યક્તિ પોતાની પસંદગીની જગ્યાએ ઘર બનાવવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં તમે જમીન ખરીદી શકતા નથી.
General Knowledge: દરેક વ્યક્તિ પોતાનું ઘર બનાવવાનું સપનું જુએ છે. માણસ ઘર બનાવવા માટે ખૂબ મહેનત પણ કરે છે. ઘણી વખત વ્યક્તિ પોતાના સપનાનું ઘર બનાવવા અને શાંતિ મેળવવા માટે દેશના કોઈપણ ખૂણામાં જવા માટે તૈયાર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના આ રાજ્યોમાં બહારના લોકો ઘર બનાવી શકતા નથી.
ઘર બનાવવું હોય છે સપનુ
તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે તેઓ તેમના સપનાનું ઘર બનાવવા માંગે છે. ઘણી વખત, શાંતિની શોધમાં, લોકો ક્યાંક દૂર, હિલ સ્ટેશન અથવા દરિયાની નજીક ઘર બનાવવાનું સ્વપ્ન જુએ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમને જમીન ખરીદવાની મંજૂરી નથી.
તમે આ સ્થળોએ જમીન ખરીદી શકતા નથી
તમને જણાવી દઈએ કે ઘણા લોકો હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું પસંદ કરે છે. કારણ કે હિલ સ્ટેશન પર જે સુખ- શાંતિ મળે છે તે બીજે ક્યાંય જોવા મળતી નથી. હિમાચલ પ્રદેશ ભારતમાં તેના હિલ સ્ટેશન માટે પણ ખૂબ પ્રખ્યાત છે. પરંતુ અહીં બહારના લોકોને પ્રોપર્ટી ખરીદવાની છૂટ નથી. તમને જણાવી દઈએ કે 1972ના જમીન અધિનિયમની કલમ 118 અમલમાં આવી હતી અને તેના અનુસાર હિમાચલ પ્રદેશમાં કોઈ પણ બિન-ખેડૂત અથવા બહારની વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે નહીં.
નાગાલેન્ડમાં મિલકત ખરીદી શકાતી નથી
આ સિવાય તમે નાગાલેન્ડમાં જમીન ખરીદી શકતા નથી. કારણ કે વર્ષ 1963માં રાજ્યની રચના સાથે જ કલમ 371Aની જોગવાઈ વિશેષ અધિકાર તરીકે આપવામાં આવી હતી. જે મુજબ અહીં જમીન ખરીદવાની મંજૂરી નથી.
તમે સિક્કિમમાં પ્રોપર્ટી ખરીદી શકતા નથી
આ સિવાય સિક્કિમમાં બહારના લોકો જમીન ખરીદી શકતા નથી. સિક્કિમમાં માત્ર સિક્કિમના રહેવાસી જ જમીન ખરીદી શકે છે. ભારતના બંધારણની કલમ 371AF, જે સિક્કિમને વિશેષ જોગવાઈઓ પ્રદાન કરે છે, તે અનુસાર બહારના લોકોમાં સામેલ જમીન અથવા મિલકતના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ છે.
અરુણાચલ પ્રદેશમાં જમીન ખરીદી શકતા નથી
તમને જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશ ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંથી એક છે. પરંતુ આ જગ્યાએ પ્રોપર્ટી ખરીદવાની પણ મંજૂરી નથી. અહીં સરકારની મંજૂરી બાદ જ ખેતીની જમીન ટ્રાન્સફર કરવામાં આવે છે. આ જગ્યાઓ સિવાય મિઝોરમ, મેઘાલય અને મણિપુર પણ એવા રાજ્યો છે, જ્યાં પ્રોપર્ટી ખરીદવા સંબંધિત ઘણા કાયદા અને નિયમો છે. આ સિવાય ઉત્તર પૂર્વના રહેવાસીઓ પણ એકબીજાના રાજ્યમાં જમીન ખરીદી શકતા નથી.
આ પણ વાંચો...