શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
JNUનુ નામ બદલીને સ્વામી વિવેકાનંદ રાખવા માટે લોકોએ કરી માંગ, જાણો વિગતે
જેએનયુનુ નામ બદલીને વિવેકાનંદના નામ પર રાખવાની માંગ કરી છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભારતમાં શહેરો અને યુનિવર્સિટીઓના નામ બદલવાની રાજનીતિ તેજ થઇ છે
નવી દિલ્હીઃ યુપીમાં આવેલી જેએનયુ યુનિવર્સિટીનુ નામ બદલવાની ચર્ચાએ જોર પકડ્યુ છે, લોકોએ આ યુનિવર્સિટીનુ નામ બદલવાની માંગ કરી છે. બીજેપી મહાસચિવ સીટી રવિએ જવાહર લાલા નહેરુ વિશ્વ વિદ્યાલય- જેએનયુનુ નામ બદલીને વિવેકાનંદના નામ પર રાખવાની માંગ કરી છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભારતમાં શહેરો અને યુનિવર્સિટીઓના નામ બદલવાની રાજનીતિ તેજ થઇ છે.
ઉત્તરપ્રદેશમાં મુગલસરાય રેલવે સ્ટેશનનુ નામ બદલીને દીન દયાલ ઉપાધ્યાય જંક્શન કરવામાં આવ્યુ અને આ ઉપરાંત અલ્હાબાદનુ નામ પણ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યુ છે. જોકે આ પહેલીવાર નથી થયુ કે જ્યારે દેશના પહેલા વડાપ્રધાનના નામ પર બનેલી યુનિવર્સિટીનુ નામ એક અન્ય મહાપુરુષના નામ પર બદલવાની માંગ થઇ રહી છે.
ઇન્દિરા ગાંધી શાસનકાળમાં બનેલી જેએનયુ સત્તા વિરોધી ચરિત્ર માટે જાણીતી છે. ડાબેરી વિદ્યાર્થી સંગઠનોના આ ગઢમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને મનમોહનને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા ચાર વર્ષોમાં કેટલીય એવી ઘટના ઘટી જ્યારે અહીં વિદ્યાર્થીઓનુ ઘર્ષણ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ સાથે થયુ. આ યુનિવર્સિટી દક્ષિણ પંથી સમૂહોના નિશાન પર રહી છે. જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારને જ્યારે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, આ યુનિવર્સિટી સતત ચર્ચામાં રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion