શોધખોળ કરો
Advertisement
પ્રેટ્રોલ ડિઝલની કિંમતમાં થશે ઘટાડો, ટેક્સ ઘટાડવાના નાણામંત્રાલયે આપ્યાં સંકેત
પેટ્રોલ ડિઝલના સતત વધતા ભાવ બાદ નાણામંત્રાલય તરફથી સારા સંકેત મળ્યાં છે. નાણામંત્રાલય એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની યોજના બનાવી રહી છે.
છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. પરંતુ કેટલાક શહેરોમાં આ સમયે પેટ્રોલની કિંમત 100 રૂપિયાને વટાવી ગઈ છે. જો કે 15 માર્ચ સુધી ટેક્સ ઘટાડવા બાબતે નિર્ણય થાય તેવી શકયતા છે. આ બંને પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની યોજના બનાવી રહી છે.
ટેક્સ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર રાજ્યની સરકાર સાથે વાત કરી રહી છે. આ સ્થિતમાં 15 માર્ચ સુધીમાં પેટ્રોલ ડિઝલના ભાવ ઘટી શકે છે. છેલ્લા થોડા મહિનાઓથી ક્રુડની કિંમતમાં બે ગણો વધારો થયો છે. આ રીતે દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત હાલના સમયમાં સરેરાશ 92 રૂપિયા અને 86 રૂપિયાને વટાવી ગઈ છે. કેટલાક શહેરોમાં તો પેટ્રોલ 100 રૂપિયાને વટાવી ગયું છે. આ સ્થિતિમાં કોંગ્રેસ સતત સરકારને ઘેરી રહી છે. સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ વધતા જતાં ભાવ પર કટાક્ષ કર્યો હતો. આ સ્થિતિમાં સરકાર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની યોજના બનાવી રહી છે. જેના પગલે 15 માર્ચ સુધીમાં પેટ્રોલ ડિઝનના ભાવમાં ઘટાડો આવી શકે છે.
.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement