Petrol : 2000 હજારની નોટ જોતા જ ટાંકીમાં ભરેલુ પેટ્રોલ પાછુ કાઢી લીધું-Video
સોમવારે સવારે એક સ્કૂટી સવાર પેટ્રોલ લેવા આવ્યો હતો. 200 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યા બાદ તેણે 2000 રૂપિયાની નોટ આપી. પંપના કર્મચારીએ તેને લેવાની ના પાડી દીધી હતી.
Video Viral : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ભલે 2000 રૂપિયાની નોટને લઈને છૂટ આપી હોય, પરંતુ ઘણા દુકાનદારો કે પેટ્રોલ પંપ માલિકો હવેથી 2000 રૂપિયાની નોટ લેવાનો ઈન્કાર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના જાલૌનમાં પેટ્રોલ પંપના એક કર્મચારીએ તો ભારે જીદે ચડ્યો હતો. એક વ્યક્તિએ પેટ્રોલ ભરાવ્યું અને 2000ની નોટ આપવા લાગ્યો. જેને લેવાનો પંપના કર્મચારીએ ઈનકાર કરી દીધો. છુટ્ટા પૈસા ના આપવા પર તેણે ટાંકીમાં પુરેલુ પેટ્રોલ જ બહાર પાછુ કાઢી લીધું હતું. આ ઘટનાનો વીડિયો ભારે વાયરલ થયો છે.
આ મામલો જાલૌનના મુખ્ય મથક ઓરાઈ કોતવાલી વિસ્તારમાં સ્થિત એક પેટ્રોલ પંપનો છે. સોમવારે સવારે એક સ્કૂટી સવાર પેટ્રોલ લેવા આવ્યો હતો. 200 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યા બાદ તેણે 2000 રૂપિયાની નોટ આપી. પંપના કર્મચારીએ તેને લેવાની ના પાડી દીધી હતી. બંને વચ્ચે અણબનાવ થયો હતો. તેમ છતાં તે છુટ્ટા પૈસા ન આપવા પર મક્કમ રહ્યો.
ગ્રાહકે પંપના કર્મચારીને કહ્યું હતું કે, સરકારે 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રાખી છે, તેથી રૂપિયા ખુલ્લા નહીં થાય તેમ કહી સ્કૂટીમાંથી પાઇપ નાખીને પેટ્રોલ કાઢી લીધું હતું. યુવકે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જ્યારે આ અંગે પુરવઠા અધિકારી અનૂપ તિવારી સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે, કોઈ ફરિયાદ આવી નથી અને કેમેરા સામે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
In Jalaun a man gives Rs 2000 note at a petrol pump.
— Haidar Naqvi🇮🇳 (@haidarpur) May 22, 2023
The pump attendant refused to accept the note. He also funnels out the petrol that was filled earlier in the scooter. pic.twitter.com/7p9YQygkt1
પેટ્રોલ પંપ ઓપરેટર રાજીવ ગિરહોત્રા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, જ્યારથી આરબીઆઈનો આદેશ આવ્યો ત્યારથી જ 2000 હજારની નોટ બજારમાં આવી છે... આનો સૌથી મોટો બોજ પેટ્રોલ પંપના બિઝનેસ પર પડી રહ્યો છે... 2000 રૂપિયા માંગે છે. 19,50 નોટ આપીને.... જ્યારે 60 ટકા પેમેન્ટ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પેટ્રોલ પંપના સંચાલક રાજીવ ગિરહોત્રાએ કહ્યું કે, છૂટક પૈસાના અભાવે આવું કરવું શક્ય નથી. પહેલા 2000ની નોટ એક દિવસમાં 2 કે 3 નોટમાં આવતી હતી, હવે 70 નોટ આવી રહી છે, અમે 2000ની નોટ લેવાની ના પાડીએ છીએ. પરંતુ પેટ્રોલ 2000 હજાર કે 4000માં લેવામાં આવે તો અમને કોઈ વાંધો નથી.