ફાઈઝરની જાહેરાત, ભારતમાં માત્ર સરકારી ચેનલ દ્વારા જ કોરોના રસી આપશે
ફાઈઝર એવી કંપનીઓમાંથી એક છે જ્યાં ભારતમાં સૌથી પહેલા રસી માટે અરજી કરી હતી. જોકે, બાદમાં તેણે પોતાની અપીલ પરત લઈ લીધી હતી.
ભારતમાં રસીકરણા ત્રીજા અભિયાનની શરૂઆત પહેલા જ ફાઈઝરે મોટી જાહેરાત કરી છે. ફાઈઝરનું કહેવું છે કે, તે ભારતમાં રસીની સપ્લાઈ માત્ર સરકારી ચેનલ દ્વારા જ કરશે. એટલે કે હાલમાં કંપનીએ સીધી કોઈ પ્રાઈવેટ ચેનલ મારફતે રસી આપવાની ના પાડી દીધી છે.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના પ્રકાશિત અહેવાલ અનુસાર શરૂરાતમાં ફાઈઝર કેન્દ્ર-રાજ્ય સરકારોની સાથે જ રસીને સપ્લાઈ કરશે, પ્રાઈવેટ હોસ્પિટલમાં હાલમાં તે આપવામાં નહીં આવે. જો બાદમાં સરકાર એવો કોઈ નિર્ણય કરે તો તેનાપર કામ કરવામાં આવશે. જણાવીએ કે, ફાઈઝર ભારતમાં બાયોએનટેકની સાથે મળીને રસિ ડેવલપ કરી રહી છે.
જણાવીએ કે, ફાઈઝર તરફથી આ નિવેતન ત્યારે આવ્યું છે જ્યારે ભારતમાં રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થોડા જ દિવસમાં થવાની છે. 1 મેથી આ તબક્કો શરૂ થશે આ દરમિયાન રાજ્ય સરકાર અને ખાનગી હોસ્પિટલો સીધા જ રસી ઉત્પાદન કરતી કંપની પાસેથી રસી લઈ શકશે.
નવા રસીકરણ મીશન પર પણ ફાઈઝરે માત્ર સરકારી ચેનલ દ્વારા જ રસી આપવાની વાત કહી છે. તમને જણાવીએ કે, ફાઈઝર એવી કંપનીઓમાંથી એક છે જ્યાં ભારતમાં સૌથી પહેલા રસી માટે અરજી કરી હતી. જોકે, બાદમાં તેણે પોતાની અપીલ પરત લઈ લીધી હતી.
હવે વિદેશી રસીને પણ મળી રહી છે મંજૂરી
હવે ભારત સરકારે વિદેશી રસીને પણ ફાસ્ટટ્રેક પર મંજૂરી આપવાની વાત કહી છે. જે રસીનો ઉપયોગ વિશ્વભરમાં અલગ અલગ દેશોમાં કરવામાં આવી રહ્યો છે અને એજન્સીઓ દ્વારા મંજૂરી મળી છે, તેને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે.
નોંધનીય છે કે, હાલમાં ભારતે બે જ રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન, બન્ને રસી સરકારી અન પ્રાઈવેટ સેન્ટર્સ પર ઉપલબ્ધ છે. અત્યાર સુધી ભારતમાં 13 કરોડથી ધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.