શોધખોળ કરો

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

ઝઘડિયામાં બનેલી દુષ્કર્મની ઘટનામાં માસૂમ પીડિતા જિંદગીની જંગ લડતા લડતાં આખરે 8માં દિવસે હારી ગઇ.

ભરૂચ:ઝઘડિયાની દુષ્કર્મની ઘટનાએ રાજ્યના લોકોની સંવેદના ઝંઝોળી દીધી છે. દિલ્લીના નિર્ભયાકાંડ જેવી ગુજરાતની આ  ઘટનાથી લોકોમાં આક્રોશ છે. દુષ્કર્મની  પીડિતાએ જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઇ રહી છે અને આખરે તે જિંદગીની જંગ હારી ગઇ છે.  બાળકીએ હોસ્પિટલમાં સારવારના 8માં દિવસે દમ તોડ્યો.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ઝઘડિયામાં 16 ડિસેમ્બરે બનેલીએ  ઘટનાએ આખા રાજ્યમાં ચકચાર મચાવી છે. 16 ડિસેમ્બરની બપોરે  પાડોશમાં રહેતો યુવાન 10 વર્ષીય સગીરાને અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જયાં બાળકી સાથે તેમણે દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ તેણે ક્રૂરતાની હદ વટાવતા માસૂમના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દીધો હતો.  સમગ્ર ઘટનાની જાણ થતાં બાળકીને તાબડતોબ ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાદ સ્થિતિમાં કોઇ સુધાર ન થતાં તેને વડોદરા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. માસૂમ પર દુષ્કર્મ અને ત્યારબાદ તેના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો  છે.

બાળકીને લગભગ 8 દિવસથી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવી  હતી. ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડ્યો હોવાથી તેની ઇન્ટનલ પાર્ટસમાં પણ ભારે ગંભીર ઇજા પહોંચી હતી. આંતરડા સુધી  ઇન્ફેક્શન  પ્રસરી ગયું હતું.

દુષ્કર્મનો ભોગ બનેલી માસુમ બાળકીનું મોત થતા લોકોમાં ભારે રોષ છે. ભરૂચ રેલવે સ્ટેશન નજીક મહિલાઓએ મીણબત્તી પ્રગટાવીને પીડિતાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી હતી અને  નરાધમ સામે  રોષ ઠાલવ્યો હતો. આરોપીને જાહેરમાં ફાંસી આપવાની મહિલાઓએ માંગણી કરી રહ્યાં છે.                                                                                                                         

ઝઘડીયાની દુષ્કર્મ પીડિત બાળકીનું મોત થતા પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગૃહ વિભાગ પર સવાલ ઉઠાવ્યાં છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 600થી વધુ દિકરીઓ  દુષ્કર્મની ભોગ  બની છે.

આ પણ વાંચો

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!

DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?

શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Visavadar By Poll News: ગઠબંધન મુદ્દે AAP નેતા ગોપાલ ઈટાલિયાએ 12 કલાકમાં જ સૂર બદલાવીને લીધો યુ-ટર્નGandhinagar news: મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી નહીં મળે બઢતી!Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
બાબુઓ પહેલા નેતાઓને જલસા! કેન્દ્ર સરકારે ખોલી દીધી તિજોરી! પગાર અને પેન્શનમાં કર્યો જબરદસ્ત વધારો!
DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?
DC vs LSG Live Score: દિલ્હી અને લખનૌ વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી?
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીનો તડાકો! 6 દિવસમાં સેન્સેક્સ 4154 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોએ કરી 25 લાખ કરોડની કમાણી
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 

SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 

આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ

Embed widget