શોધખોળ કરો
Advertisement
રાહુલ પર PM મોદીની ટિપ્પણી- અમે અવિશ્વાસનું કારણ પૂછ્યું, તો તેઓ ગળે પડી ગયા
લખનઉઃનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શાહજહાંપુરમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરી હતી. રેલી દરમિયાન મહાગઠબંધન પર વ્યંગ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેટલા વધુ દળો એક સાથે મળશે તેટલું વધુ કિચડ થશે એટલા વધારે કમળ ખીલશે. વડાપ્રધાન મોદીએ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા કહ્યું કે, અમે તેમના અવિશ્વાસ પ્રસ્તાવને લઇને અનેકવાર સવાલો કર્યા છે પરંતુ તેઓ કારણ બતાવી રહ્યા નથી અને ગળે પડી ગયા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહંકાર, દંભ અને દમનના સંસ્કાર આજે યુવા ભારત સહન કરવા તૈયાર નથી પછી તે સાયકલ હોય અથવા હાથી, , કોઇ પણ હોય સાથી, સ્વાર્થના આ આખા સ્વાંગને દેશ સમજી ચૂક્યો છે.
પોતાના ભાષણ દરમિયાન મોદીને કહ્યું કે, આખા દેશના ખેડૂતો અમને આશીર્વાદ આપી રહ્યા છે. કેટલાક દિવસો અગાઉ શેરડીના ખેડૂતો મને મળવા દિલ્હી આવ્યા હતા અને મે તેમને કહ્યુ હતું કે ટૂંક સમયમાં શેરડીના ખેડૂતોને એક ખુશખબરી જાણવા મળશે અને આ વચન પુરુ કરવા માટે શાહજહાંપુર આવ્યો છું. શેરડીના ખેડૂતોને તેમની સરકારે ભેટ આપી છે. આ વખતે જે શેરડી વાવવામાં આવી છે તેના ખર્ચથી લગભગ પોણા બે ગણો લાભ મળશે.
મોદીએ કહ્યું કે, અમારી સરકારે નિર્ણય લીધો હતો કે દેશના શેરડીના ખેડૂતોને શેરડીના કુલ ખર્ચથી લગભગ 80 ટકા લીધો લાભ મળશે. અનાજ, મકાઇ, દાળ અને તેલિબિયાના 14 પાકના સરકારી મૂલ્યમાં 200 રૂપિયાથી લઇને 1800 રૂપિયાનો વધારો દેશના ઇતિહાસમાં ક્યારેય થયો નથી. અમારી સરકારે ખાંડનું ન્યૂનતમ મૂલ્ય નક્કી કર્યું. ખેડૂતોને MSPનો ફાયદો આપ્યો. 20 લાખ ટનની ખાંડની નિકાસની પરવાનગી આપી."
વિપક્ષ પર હુમલો કરતા મોદીએ કહ્યું કે, આજે જે ખેડૂતો માટે મગરના આંસુ વહાવી રહ્યા છે અને તેમની પાસે પણ આ કામ કરવાની તક હતી પરંતુ તેમની પાસે ખેડૂતો માટે કાર્ય કરવાનો સમય મળ્યો નહોતો. મારો ગુનો એ જ છે કે હું ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યો છું. હું પરિવારવાદ વિરૂદ્ધ લડી રહ્યો છું. કેટલાંક પક્ષ કહે છે કે તેઓને મોદી પર વિશ્વાસ નથી. અમે તેમને સમજાવીએ છીએ કે આ ખેલ ખેલવો ઠીક નથી. જનતા સામે બાથ ભીડવી ઠીક નથી. મોદી કંઈ નથી આ તાકાત સવા સો કરોડ હિંદુસ્તાનીઓની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement