Video: આસિયાન-ભારત શિખર સંમેલનમાં સામેલ થવા ઇન્ડોનેશિયા પહોંચ્યા PM મોદી, પ્રવાસી ભારતીયોએ કર્યું સ્વાગત
Indonesia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ASEAN-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયા પહોંચી ગયા છે

Indonesia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ASEAN-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે ઇન્ડોનેશિયા પહોંચી ગયા છે. G20 સમિટ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકર પીએમ મોદી સાથે આસિયાન-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં પણ હાજરી આપશે.
Landed in Jakarta. Looking forward to the ASEAN related meetings and to working with various leaders for making a better planet. pic.twitter.com/aKpwLnk3ky
— Narendra Modi (@narendramodi) September 6, 2023
જાકાર્તા પહોંચ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેઓ જાકાર્તા પહોંચી ગયા છે. આસિયાન સંબંધિત બેઠકો અને વિવિધ નેતાઓ સાથે કામ કરવા માટે આતુર છું.
#WATCH | Indonesia: Prime Minister Narendra Modi greets members of the Indian Diaspora gathered at hotel in Jakarta pic.twitter.com/IMWw3yLukB
— ANI (@ANI) September 6, 2023
પ્રવાસી ભારતીયોએ જાકાર્તા એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. આખું શહેર મોદી-મોદી અને ભારત માતાના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. પીએમ મોદીને આવકારવા માટે વૃદ્ધો અને બાળકો પણ એકઠા થયા હતા. પરંપરાગત વેશભૂષામાં આવેલા લોકો ગર્વભેર તિરંગો લહેરાવી રહ્યા હતા. પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોએ સાથે મુલાકાત કરી અને હાથ મિલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. લોકોનું કહેવું છે કે તેઓ પીએમ મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસથી ઘણા ખુશ છે. અમે તેમને આવકારવા આવ્યા છીએ.
PM Modi gets rousing welcome from Indian diaspora in Indonesia
— ANI Digital (@ani_digital) September 6, 2023
Read @ANI Story | https://t.co/vKXHDlmmqt#PMModi #Indonesia #ASEAN pic.twitter.com/ZE0Nthd7Gk
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આસિયાન સાથે જોડાણ એ ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અમારા સંબંધોમાં નવી ગતિશીલતા લાવી છે. આ પછી પીએમ 18મી ઈસ્ટ એશિયા સમિટ (ઈએએસ)માં ભાગ લેશે.
આસિયાનમાં કેટલા દેશો છે?
આસિયાનના 10 સભ્ય દેશો છે. આ દેશો છે- બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ. તેની સ્થાપના 8 ઓગસ્ટ, 1967ના રોજ થઈ હતી. આસિયાનને પ્રદેશમાં સૌથી પ્રભાવશાળી જૂથોમાંનું એક ગણવામાં આવે છે. ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય ઘણા દેશો તેના સંવાદ ભાગીદાર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
