PM Modi Cabinet Reshuffle: મંત્રીમંડળ વિસ્તરણ પહેલા વધુ એક રાજીનામું, મોદીના ગણાય છે ખાસ
મોદી સરકારના મંત્રીમડળના વિસ્તરની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારમાંથી વર્તમાન કેટલાક મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે.
નવી દિલ્હીઃ મોદી સરકારના મંત્રીમડળના વિસ્તરણની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારમાંથી વર્તમાન કેટલાક મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. જેમાં હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનું પણ નામ ઉમેરાઈ ગયું છે.
આ ઉપરાંત બાબુલ સુપ્રિયોએ પણ રાજીનામું આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને માહિતી છે. આ સિવાય શિક્ષા રાજ્ય મંત્રી સંજય ધોત્રે, રાવ સાહેબ દાનવે, રતન લાલ કટારિયા, પ્રતાપ સારંગી અને દેવ શ્રી બેનર્જીએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે.
Union Health Minister Dr Harsh Vardhan resigns from Union Cabinet, ahead of #CabinetReshuffle
(File pic) pic.twitter.com/Iv63Isu7UK— ANI (@ANI) July 7, 2021
આ પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે સ્વાસ્થ્ય કારણોનું કહીને રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય મંત્રી સંતોશ ગંગવારે ઉંમરનું કહીને મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. ગંગવારના રાજીનામાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, યૂપી કોટાથી કોઈ નવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે. સંતોષ ગંગવાર બરેલી સીટથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા છે.
કેવું હશે મંત્રીમંડળ ?
મોદી મંત્રીમંડળના વિસ્તરણની મોટી વાતો કરીએ તો આ વિસ્તરણથી મોદી મંત્રીમંડળમાં 12 અનુસૂચિત જાતિના મંત્રીઓ હશે, જેમાંથી 8 કેબિનેટ મંત્રી હશે અને જેઓ દેશના 8 રાજ્યોમાંથી હશે. જેમાં લગભગ તમામ અનુસૂચિત જાતિઓનું પ્રતિનિધિત્વ છે. આ ઉપરાંત 8 અનસૂચિતન જનજાતિના મંત્રી હશે, જેમાંથી 3 કેબિટનેટ મંત્રી હશે.
મોદી મંત્રી મંડળમાં ગુજરાતમાંથી વધુ એક સાંસદને મંત્રી મંડળમાં સ્થાન મળશે. દર્શનાબેન જરદોષને મંત્રી મંડળમાં સ્થાન મળશે, જ્યારે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ પ્રમોશન મળશે. એટલે કે તેમને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
Babul Supriyo, MoS Environment, Forest & Climate Change resigns from the Council of Ministers ahead of Union Cabinet reshuffle. pic.twitter.com/GkV3v1E3I9
— ANI (@ANI) July 7, 2021
46 મંત્રી એવા છે, જેમણે પહેલા પણ મંત્રી રહેવાનો અનુભવ છે. જેમાંથી 23 મંત્રી પહેલા ત્રણ વાર મંત્રી રહી ચૂક્યા છે. 4 પૂર્વ મુખ્યમંત્રી છે. 18 એવા મંત્રી છે, જેઓ રાજ્યોમાં મંત્રી પદ પર રહી ચૂક્યા છએ. 35 પૂર્વ ધારાસભ્ય છે. 13 મંત્રી વ્યવસાયે વકીલ, 6 મંત્રી વ્યવસાયે ડોક્ટર, 5 મંત્રી વ્યવસાયે એન્જિનિયર અને 5 મંત્રી બ્યૂરોક્રેટ રહી ચૂક્યા છે.
મોદી મંત્રીમંડળમાં દેશના અલગ અલગ 25 રાજ્યોને પ્રતિનિધત્વ અપાયું છે. મોદી મંત્રી મંડળમાં ઉત્તર પ્રદેશના પશ્ચિમ ક્ષેત્ર, હરિત પ્રદેશ, બ્રજ ક્ષેત્ર, બુંદેલ ખંડ, અવધ, પૂર્વાંચલને પ્રતિનિધિત્વ અપાયું છે. મહારાષ્ટ્રના કોંકણ, ખાનદેશ, મરાઠ વાડા, વિદર્ભને પ્રતિનિધિત્વ અપાયું છે.
કર્ણાટકમાં મસૂર કર્ણાટક ક્ષેત્ર, બોમ્બ કર્ણાટક, કોસ્ટ કર્ણાટકને પણ પ્રતિનિધિત્વ અપાયું છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ અપાયું છે. પશ્ચિમ બંગાળમાં જલ પાઈગુડી, મેદિનીપુર, પ્રેસેડેંસી વિસ્તારને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે, જ્યારે પાંચ મંત્રી પુર્વોત્તર રાજ્યોમાંથી છે.
મોદી સરકારે આ ફેરફારથી મંત્રી પરિષદમાં મિની ઇન્ડિયાના દર્શન તો થઈ જ રહ્યા છે. ઉસકે સાથ સાથ જે સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે અનુસૂચિત, પછાત, શોષિત, પીડિત વર્ગની સરકારનો છે.