(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi on Petrol-Diesel Price: કોરોના મુદ્દે બોલાવેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈ શું બોલ્યા પીએમ મોદી ? જાણો વિગત
મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, કોરોનાનો હજુ સંપૂર્ણ ખતમ થયો નથી. ઓમિક્રોન અને તેના પેટા વેરિયન્ટ્સ કેવી રીતે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે તે આપણે યુરોપના દેશોમાં જોઈ શકીએ છીએ.
Coronaivurs: દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, છેલ્લા બે વર્ષમાં કોરોનાને લઈને આ 24મી બેઠક છે. કોરોના સમયગાળા દરમિયાન જે રીતે કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કર્યું, તેણે દેશની કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોરોનાનો પડકાર હજી સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી તે સ્પષ્ટ વાત છેય ઓમિક્રોન અને તેના તમામ પ્રકારો ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે તે આપણે યુરોપના દેશોમાં જોઈ શકીએ છીએ.
પેટ્રોલ-ડીઝલના ભાવ પર શું બોલ્યા પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યોને તેલની કિંમતોમાં ઘટાડો કરવા વિનંતી કરી હતી. કોરોના પર મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાજ્યોને 'સહકારી સંઘવાદ'ની ભાવના હેઠળ મૂલ્યવર્ધિત કર (વેટ) ઘટાડવાની અપીલ કરી છે. દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે પીએમ મોદીએ એવા રાજ્યોને પણ ટાંક્યા, જેમણે તેલની કિંમતો પર વેટ ઘટાડ્યો છે.પેટ્રોલ-ડીઝલમાં વધારા દરમિયાન વેટ ન ઘટાડનારા રાજ્યો અંગે પીએમ મોદીએ કહ્યું, 'હું હું કોઈની ટીકા કરતો નથી, માત્ર ચર્ચા કરું છું.'
પીએમ મોદીએ કહ્યું, કેટલાક રાજ્યોએ (ઈંધણ પર વેટ ઘટાડવા વિશે) સાંભળ્યું નથી. મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બંગાળ, તમિલનાડુ, ઝારખંડ, કેરળએ કેટલાક કારણોસર તેની અવગણના કરી. વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ કેટલાક રાજ્યોએ પેટ્રોલ, ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો નથી, આ લોકો સાથે અન્યાય છે.
પીએમ મોદીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનું કારણ યુક્રેન-રશિયા યુદ્ધને ગણાવ્યું છે. પીએમ મોદીએ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે સામાન્ય લોકો દરરોજ CNG, PNG, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી સંઘર્ષ કરી રહ્યા છે. વિપક્ષ પણ આને લઈને સરકાર પર પ્રહારો કરી રહ્યો છે.
#WATCH | Centre reduced the excise duty on fuel prices last November and also requested states to reduce tax. I am not criticizing anyone but request Maharashtra, West Bengal, Telangana, Andhra Pradesh, Kerala, Jharkhand, TN to reduce VAT now and give benefits to people: PM Modi pic.twitter.com/IPIuOJyTGK
— ANI (@ANI) April 27, 2022
દેશમાં લાંબા સમય બાદ શાળાઓ ખુલી છે
પીએમ મોદીએ કહ્યું, આપણા દેશમાં લાંબા સમય બાદ શાળાઓ ખુલી છે, આવી સ્થિતિમાં કોરોના કેસ વધવાથી ક્યાંકને ક્યાંક વાલીઓની ચિંતા વધી રહી છે. બાળકોને ચેપ લાગ્યો હોવાના અહેવાલો છે. પરંતુ બાળકોને રસીનું કવચ મળી રહ્યું છે તે સંતોષની વાત છે. ગઈકાલે જ 6 થી 12 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ માટે પરવાનગી આપવામાં આવી છે. પહેલાની જેમ હવે શાળામાં વિશેષ ઝુંબેશ ચલાવવાની જરૂર પડશે.
હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરતા રહો
વડા પ્રધાને કહ્યું કે, બે વર્ષમાં દેશમાં સ્વાસ્થ્ય માળખાથી લઈને ઓક્સિજનમાં સુધારો થયો છે. આજે કોરોનાની પરિસ્થિતિમાં એ જરૂરી છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવે અને પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે. પીએમે કહ્યું, ખાતરી કરો કે લોકોમાં કોઈ ગભરાટ ના થાય. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાનું કામ ચાલુ રાખવું જોઈએ. એ પણ સુનિશ્ચિત કરો કે તમામ સુવિધાઓ કાર્યરત સ્થિતિમાં છે. જો કોઈ સમસ્યા હોય તો તેનું ઉચ્ચ સ્તરે નિરાકરણ આવવું જોઈએ.
It's a matter of pride for every citizen that 96% of our adult population has been vaccinated with the first dose of the vaccine and 85 % of the eligible population above 15 years of age inoculated with the second dose of COVID-19 vaccine: PM Modi pic.twitter.com/g3HRLWht1r
— ANI (@ANI) April 27, 2022