શોધખોળ કરો
Advertisement
પીએમ મોદીએ જાપાનના નવા વડાપ્રધાન યોશિહિદે સુગાને પાઠવી શુભેચ્છા, જાણો વિગતે
જાપાનની સંસદમાં બુધવારે થયેલા મતદાનમાં યોશિહિદે સુગાને ઔપચારિક રીતે નવા પીએમ પસંદ કરવામાં આવ્યા, સ્વાસ્થ્ય કારણોસર શિંઝો આબે બુધવારે સવારે પીએમ પર પરથી રાજીનામુ ધરી દીધુ હતુ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના નવા પીએમ યોશિહિદે સુગાને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યુ- જાપાનના વડાપ્રધાન નિયુક્ત થવા પર યોશિહિદે સુગાને હાર્દિક શુભેચ્છા, સંયુક્ત રીતે આપણી ખાસ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઉંચાઇ પર લઇ જવા તત્પર છું.
જાપાનની સંસદમાં બુધવારે થયેલા મતદાનમાં યોશિહિદે સુગાને ઔપચારિક રીતે નવા પીએમ પસંદ કરવામાં આવ્યા, સ્વાસ્થ્ય કારણોસર શિંઝો આબે બુધવારે સવારે પીએમ પર પરથી રાજીનામુ ધરી દીધુ હતુ.
સુગાના સોમવારે જાપાનની સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નવા નેતા પસંદ કરવામાં આવ્યા હતા, અને તેની સાથે તેનુ વડાપ્રધાન બનવુ નક્કી થઇ ગયુ હતુ. મંત્રીમંડળના પ્રમુખ સચિવ રહેલા યોશિહિદે સુગા લાંબા સમયથી આબેના નજીકના રહ્યાં છે. તે બુધવારે પોતાના મંત્રીમંડળની પસંદગી કરશે. માનવામાં આવી રહ્યુ છે કે 71 વર્ષીય યોશિહિદે સુગા શિંઝો આબેની નીતિઓને આગળ વધારશે. યોશિહિદે સુગાને પોતાની પાર્ટીના સંસદો અને ક્ષેત્રિય પ્રતિનિધિઓના 534માંથી 377 મત મળ્યા હતા.
1996માં પહેલીવાર જાપાનની સંસદ માટે ચૂંટાયેલા યોશિહિદે સુગા ખેડૂત પરિવારમાંથી આવે છે, 2005માં તત્કાલિન વડાપ્રધાન જુનિચિરો કોઇજુમીએ યોશિહિદે સુગાને આંતરિક મામલા અને સંચાર વિભાગના વરિષ્ઠ ઉપમંત્રી બનાવ્યા હતા. વડાપ્રધાન યોશિહિદે સુગાએ પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે તેમનુ લક્ષ્ય કોરોના વાયરસ સામેની લડાઇ લડવાનુ અને આ મહામારીથી પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનુ છે. યોશિહિદે સુગાનુ કહેવુ છે કે તે એક સુધારાવાદી છે, અને તેમને નોકરશાહીની ક્ષેત્રિયા બાધાઓને તોડીને નીતિઓ હાંસલ કરવાનુ કામ કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion