ગુજરાતમાં BJPની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી મોદીએ શું કહ્યું ? જાણો
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા છે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ જ નથી, પણ સતત મજબૂત થઈ રહ્યો છે!. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરી ઐતિહાસિક જીત મેળવી છે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ગુજરાતનો ભાજપ સાથેનો સંબંધ અતૂટ જ નથી, પણ સતત મજબૂત થઈ રહ્યો છે! રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ વિકાસની રાજનીતિની વધુ એક મોટી જીત છે. આનાથી અમારા મહેનતુ કાર્યકરોને વધુ ઉર્જા સાથે લોકોની સેવા કરવાની તક મળશે. હું ભાજપના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, જેમની અથાક મહેનત અને પ્રયત્નોથી આ શાનદાર જીત મળી છે.
गुजरात का भाजपा से रिश्ता ना सिर्फ अटूट है, बल्कि उसमें लगातार और मजबूती आ रही है!
— Narendra Modi (@narendramodi) February 18, 2025
राज्य में हुए निकाय चुनाव में भाजपा को अपना भरपूर समर्थन और आशीर्वाद देने के लिए मैं गुजरात की जनता-जनार्दन का हृदय से आभार व्यक्त करता हूं। यह विकास की राजनीति की एक और बड़ी जीत है। इससे हमारे…
કમલમ ખાતે ઢોલ નગારા સાથે કાર્યકરો દ્વારા ઉજવણી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. આ જીતની ઉજવણી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવી હતી. ગાંધીનગર કમલમ ખાતે ઢોલ નગારા સાથે કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ફરી એકવાર ભાજપે શાનદાર જીત મેળવી
આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ઉજવણી થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજયોત્સવમાં જોડાયા હતા નોંધનીય છે કે, અત્યાર સુધીના આંકડા મુજબ રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 60 નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. કુલ 1844 બેઠકો હતી જેમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે શાનદાર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે. ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
