શોધખોળ કરો

12 રાજ્યો, 230 જિલ્લા, 50 હજાર ગામો... PM મોદી 18 જાન્યુઆરીએ 65 લાખ લોકોને આપશે આ મોટી ભેટ

પીએમ મોદી 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 50,000થી વધુ ગામોના લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે, ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો સરકારનો પ્રયાસ.

PM Swamitva Yojna for Villagers: કેન્દ્ર સરકાર દેશના શહેરોની સાથે ગ્રામીણ વિકાસ પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ગ્રામજનો માટે સૌથી મહત્વની યોજના પીએમ સ્વામિત્વ યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાનો છે.

18 જાન્યુઆરીએ 65 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (18 જાન્યુઆરી, 2025) લગભગ 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50,000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને માહિતી આપશે અને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા એવા ઘણા લોકો જેમના પાસે તેમની જમીન અને મકાનના માલિકી હક્ક અને સરકારી દસ્તાવેજો નથી તેમને ફાયદો થશે.

યોજનાનો પ્રથમ તબક્કો

પીએમ મોદીએ એપ્રિલ 2020માં શરૂ કરેલી આ યોજના પ્રથમ તબક્કામાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના ગામડાઓમાં લાગુ કરવામાં આવી હતી.

યોજનાના ફાયદા

આ યોજના હેઠળ લોકોને માત્ર માલિકીના અધિકાર જ નહીં મળે, પરંતુ બેંકમાંથી લોન મેળવવાનું પણ સરળ બનશે. તે મિલકત સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ કરશે અને કોઈપણ વ્યક્તિ પોતાની મિલકત સરળતાથી કોઈને પણ વેચી શકશે. આ યોજના હેઠળ ડ્રોનનો ઉપયોગ કરીને ગામડાઓ અને ખેતીની જમીનનું મેપિંગ કરવામાં આવશે. આ યોજનાથી લોકો આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનશે.

સ્વામિત્વ યોજના શું છે?

આ સમસ્યાના સમાધાન માટે ભારત સરકારે 'સ્વામિત્વ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં જમીન પર બનેલા મકાનોને માલિકી હક્ક આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દરેક માલિકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે જે તેમની ઘરની માલિકીનો કાયદેસર પુરાવો હોય છે. એટલે કે, હવે તેમની પાસે તેમના ઘરનો માન્ય અને કાયદેસર દસ્તાવેજ હશે.

સ્વામિત્વ યોજના કેવી રીતે કામ કરે છે?

'સ્વામિત્વ' યોજના હેઠળ ગામડાઓની રહેણાંક જમીનની માપણી ડ્રોન દ્વારા કરવામાં આવે છે. ડ્રોનથી ગામડાઓની સીમાની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નકશો તૈયાર થાય છે. સાથે જ દરેક રેવન્યૂ તાલુકાની સીમા પણ નક્કી થાય છે. એટલે કે ડ્રોન ટેકનોલોજીની મદદથી કયું ઘર કેટલા વિસ્તારમાં છે તે ચોક્કસાઈપૂર્વક માપી શકાય છે.

આ પણ વાંચો....

8મું પગાર પંચ: પટાવાળાથી IAS સુધી, કોના પગારમાં કેટલો વધારો થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget