શોધખોળ કરો
તમામ CMને PM મોદીએ કહ્યુ- કોરોના વાયરસ સામે એક સાથે લડીશું.
આજે વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રરન્સ મારફતે વાતચીત કરી હતી. દરમિયાન મોદીએ કહ્યું કે, આપણે સાથે મળીને કોરોના વાયરસ સામે લડીશું.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1958 લોકો તેની ઝપેટમાં આવી ગયા છે જ્યારે ભારતમાં કોરોનાના કારણે મોતનો આંકડો 52 પર પહોંચી ગયો છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રરન્સ મારફતે વાતચીત કરી હતી. દરમિયાન મોદીએ કહ્યું કે, આપણે સાથે મળીને કોરોના વાયરસ સામે લડીશું.
દરમિયાન અનેક રાજ્યોએ કેન્દ્ર પાસે મેડિકલ કિટ અને આર્થિક મદદની માંગ કરી હતી. સાથે અનેક રાજ્યોએ કેન્દ્ર સરકારે પૂછ્યું હતું કે, લોકડાઉન ક્યાં સુધી લાગુ રહેશે. વડાપ્રધાન મોદી પાસે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2500 કરોડ રૂપિયાની મદદ માંગી હતી. આ સાથે 50 હજાર કરોડ઼ રૂપિયાની બાકી રકમ આપવાની પણ માંગ કરી હતી. પંજાબે કેન્દ્ર સરકારને બે લાખ મેટ્રિક ટન ઘઉ રાખવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
આ સાથે રાજ્યોએ વડાપ્રધાન મોદીને કહ્યુ કે, આ વખતે લોકડાઉનના કારણે આવકમાં ઘટાડો થશે જેનું વળતર કેન્દ્ર સરકારે આપવું જોઇએ. વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ સ્કીમને પોતાના રાજ્યમાં લાગુ કરવા મુખ્યમંત્રીઓને અપીલ કરી હતી. જેથી ગરીબોને તેમના ખાતામાં પૈસા અને રાશન મળી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement