શોધખોળ કરો
UP: પીએમ મોદીએ ગોરખપુરમાં કર્યુ રેલીનું સંબોધન, AIIMSનો કરશે શિલાન્યાસ

નવી દિલ્લી: પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરપ્રદેશના ગોરખપુરની મુલાકાતે છે. અહીં તેમણે ગોરખનાથ મંદિરમાં અવૈદ્યનાથજીની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. પીએમએ ગોરખનાથ મંદિરમાં સંબોધન કરતા કહ્યું કે, આ મારું સદભાગ્ય છે કે મને અવૈદ્યનાથજીની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી. તે બધા માટે પ્રેરણરૂપ હતા. આ જગ્યાનું મહત્વ ખાસ છે. ગૌતમ બુદ્ધ, મહાવીર કે કબીર-આ બધાનો એક કે બીજી રીતે આ ધરતી સાથે અજોડ સંબંધ હતો. એક વાર જો કોઈને આ ધરતીની સેવા કરવાનો મોકો મળે તો તે શ્રેષ્ઠ કામ કરી બતાવે. આ પછી પીએમ મોદીએ એક જાહેર રેલીનું સંબોધન પણ કર્યુ હતું.
આ પછી પીએમ મોદીએ ગોરખપુર ફર્ટીલાઈઝર પ્લાંટ અને AIIMSનો શિલાન્યાસ પણ કરશે. જે બાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉત્તરપ્રદેશમાં 2017માં વિધાનસભાની ચૂંટણી થશે, જેની માટે ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે.
વધુ વાંચો





















