Kashi Vishwanath Corridor : કોરિડૉરના શ્રમિકોને મળ્યા પીએમ મોદી, તેમના પર કરાયો ફૂલોનો વરસાદ, ફોટા પણ ખેંચાવ્યા
Kashi Vishwanath Corridor: પીએમ મોદી ક્રુઝ દ્વારા ઘાટ પર પહોંચશે, ગંગાજળને કળશમાં ભરશે અને પછી તે જ પાણીથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કરશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ.
LIVE
Background
Kashi Vishwanath Corridor: પીએમ મોદી ક્રુઝ દ્વારા ઘાટ પર પહોંચશે, ગંગાજળને કળશમાં ભરશે અને પછી તે જ પાણીથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કરશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ.
કોરિડૉર બનાવનારા શ્રમિકોને મળ્યા પીએમ મોદી
કાશી કોરિડૉરમાં પીએમ મોદીએ આજે કોરિડૉર બનાવનારા શ્રમિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ તેમના પર ફૂલોનો વરસાદ પણ કર્યો અને તેમની સાથે ફોટા પણ ખેંચાવ્યા.
પીએમ મોદીએ ગંગામાં લગાવી ડુબકી
કાશીના લલિત ઘાટ પહોંચીને પીએમ મોદીએ ગંગામાં ડુબકી લગાવી છે. અહીંથી પીએમ મોદીએ કળશમાં જળ ભરીને જળધારા કરી અને માં ગંગાની પૂજા અર્ચના કરી. પીએમ મોદી આ જળથી કાશી વિશ્વનાથનો જળાભિષેક કરશે.
પીએમે કરી કાળ ભૈરવની આરતી
વડાપ્રધાન મોદી વારાણસીમાં કાળ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ આરતી પણ કરી. આ દરમિયાન તેમને માથુ ઝૂંકાવીને કાલ ભૈરવની આરતી કરતા દેખાયા હતા. અહીં પૂજા કર્યા બાદ પીએમ ક્રૂઝ મારફતે લલિત ઘાટ જવા રવાના થઇ ગયા છે.
કાશી વિશ્વનાથ ધામમાં શું છે?
27 મંદિરો
4 દરવાજા
320 મીટર લાંબો રસ્તો
70 ફૂલોની દુકાનો
પ્રદર્શન જગ્યા
હેરિટેજ લાઇબ્રેરી
મલ્ટીપર્પઝ હોલ
વારાણસી ગેલેરી
પ્રવાસી સુવિધા કેન્દ્ર
ગેલેરી-પ્રોજેક્ટ મ્યુઝિયમ
મંદિર ચોક
કાશી વિશ્વનાથ કોરિડોર શું છે
વિશ્વનાથ કોરિડોર 339 કરોડના ખર્ચે તૈયાર થયો.વિશ્વનાથ કોરિડોરને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો મંદિરનો મુખ્ય ભાગ છે જે લાલ રેતીના પથ્થરથી બનેલો છે. તેમાં 4 મોટા દરવાજા છે. તેની આસપાસ પરિક્રમાનો માર્ગ બનાવવામાં આવ્યો છે. તે પરિક્રમા માર્ગ પર આરસના 22 શિલાલેખ મૂકવામાં આવ્યા છે, જેમાં કાશીની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.