શોધખોળ કરો
Advertisement
બાલાકોટ હુમલોઃ આ 7 ભારતીયો ઉપરાંત એક અમેરિકનને પણ હતી એર સ્ટ્રાઈકની જાણકારી
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદ(જૈશ)ના સૌથી મોટા આતંકી કેમ્પર મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ હુમલાની યોજના બનાવવામાં 200 કલાકથી વધારેનો સમય લગાવ્યો હતો. ભારતમાં કોઈ પણ સ્થળ પર બીજી આત્મઘાતી હુમલા સંબંધિત ગુપ્ત જાણકારી બાદ આ હુમલાની યોજના શરૂ કરી હતી. ઉચ્ચ અધિકારીઓના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, જમ્મૂ અને કાશ્મીરમાં પુલવામાં 14 ફેબ્રુઆરીએ થયેલ આત્મઘાતી હુમલાના માત્ર બે દિવસ બાદ સરકારને ગુપ્ત જાણકારી મળી હતી.
14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામાં હુમલાનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ સેન્ટરને ઉડાવ્યું ત્યારે પાકિસ્તાન ઉંઘતું ઝડપાયું હતું. દુનિયામાં ફક્ત 8 લોકો જાણતા હતા કે 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેના જૈશ-એ-મોહમ્મદના સ્થળો ઉપર હુમલો કરશે.
18 ફેબ્રુઆરીએ એરસ્ટ્રાઈકની મંજૂરી પીએમ મોદીએ આપી હતી. મીડિયા અહેવાલ અનુસાર આ હુમલાની જાણકારી પીએમ મોદી, અજિત ડોભાલ, સેનાના ત્રણેય પાંખના વડા, રો અને ઇન્ટેલીજન્સના બ્યૂરો હેડે એમ સાત લોકોને એરસ્ટ્રાઈકની જાણકારી હતી. આ સાત ભારતીય ઉપરાંત અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જોન બોલ્ટનને પણ આ એરસ્ટ્રાઈકની જાણકારી હતી. મીડિયા અહેવાલ અનુસાર સ્ટ્રાઇક પહેલા ડોવાલે જોન બોલ્ટનને ફોન કરીને તેમની સાથે પોતાનો પ્લાન શેરકર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion