PM Modi Joe Biden Meeting Live: મોદી અને જો બાઈડન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત, વડાપ્રધાન બોલ્યા - અમેરિકાના વિકાસમાં ભારતીય પ્રતિભાની મહત્વની ભૂમિકા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિક રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરવા માટે વ્હાઇસ હાઉસ પહોંચી ચૂક્યા છે.
LIVE
Background
પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાત ભારતીય સમયાનુસાર રાત 8:30 વાગે થવાની છે. જ્યારે અમેરિકામાં સવારના 11 વાગી રહ્યા હશે. આ પીએમ મોદી અને જો બાઇડેનની દ્વિપક્ષીય મુલાકાત થશે. વ્હાઇટ હાઉસમાં થનારી આ મુલાકાત લગભગ એક કલાકની હશે, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.
પીએમ મોદીએ કહ્યું-ભારત-અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવે છે
પીએમ મોદીએ કહ્યું કે તમે કહ્યું કે 40 લાખ ભારતીયો અમેરિકાને મજબૂત કરી રહ્યા છે. લોકો વચ્ચેનો સંપર્ક મહત્વનો છે અને આમાં તમારું યોગદાન ખૂબ મહત્વનું રહેશે. એ જ રીતે, ભારત-અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એ જ રીતે, ભારત અને અમેરિકા વચ્ચે વેપારનો પોતાનો સંબંધ છે અને આપણે એકબીજાને પૂરક બનાવી શકીએ છીએ. ભારતને અમેરિકા પાસેથી ઘણી વસ્તુઓ જોઈએ છે અને અમેરિકાને ભારત પાસેથી ઘણી વસ્તુઓ જોઈએ છે.
બાઈડનને બોલ્યા પીએમ મોદી- ભારત અમેરિકા સંબંધોને લઈ તમારુ વિઝન પ્રેરક
પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને કહ્યું વર્ષ 2014માં અને 2016માં મને તમારી સાથે વિસ્તારથી વાત કરવાની તક મળી હતી. એ સમયે ભારત-અમેરિકા સંબંધોને લઈ વિઝન પ્રેરક હતું. આજે રાષ્ટ્રપતિ તરીકે જે પગલા લઈ રહ્યા છો તેનું હું સ્વાગત કરુ છું.
વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું - આજે ભારત-અમેરિકા સંબંધોના નવા અધ્યાયની શરુઆત
રાષ્ટ્રપતિ બાઈડેને વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીને કહ્યું અમે તમને ખૂબ લાંબા સમયથી ઓળખીએ છીએ. તેમણે કહ્યું કે આજે અમે ભારત-અમેરિકાના નવા અધ્યાયની શરુઆત કરી રહ્યા છીએ. 40 લાખ ભારતીય અમેરિકી દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યા છે.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેન વચ્ચે બેઠક
PM મોદીની રાષ્ટ્રપતિ બાઈડેન સાથે દ્રિપક્ષીય બેઠક શરુ
વ્હાઈટ હાઉસમાં PM મોદીની રાષ્ટ્રપતિ બાઈડેન સાથે દ્રિપક્ષીય બેઠક શરુ થઈ ગઈ છે.