શોધખોળ કરો

PM Modi Kashmir Visit: 370 દૂર થયા બાદ પીએમ મોદી પહેલીવાર કરશે કાશ્મીરનો પ્રવાસ, મોટી જાહેરાત કરી શકે છે પ્રધાનમંત્રી

PM Modi Kashmir Visit: દેશમાં ચૂંટણીનો માહોલ છે. ગેરેન્ટની મોસમ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી શ્રીનગર જઈ રહ્યા છે. 370 હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે. શ્રીનગરમાં તેમની રેલી છે.

PM Modi Kashmir Visit: દેશમાં ચૂંટણીનો માહોલ છે. ગેરેન્ટની મોસમ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી શ્રીનગર જઈ રહ્યા છે. 370 હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે. શ્રીનગરમાં તેમની રેલી છે. જેને લઈને ભાજપનો દાવો છે કે કાશ્મીરના ઈતિહાસની આ સૌથી મોટી રેલી હશે, જેમાં 2 લાખથી વધુ લોકો એકઠા થશે. પીએમ મોદીની આ રેલી માટે શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીનગર ત્રિરંગા અને ભાજપના ઝંડાઓથી ઢંકાયેલું જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન મોદી 7 કિલોમીટરનો રોડ શો કરીને શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ જશે.

વડાપ્રધાન મોદી રૂ. 6400 કરોડની અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કરશે

બક્ષી સ્ટેડિયમ ખાતે જાહેર સભાને સંબોધીને વડાપ્રધાન મોદી રૂ. 6400 કરોડની અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કરશે. પીએમના આગમન પહેલા શ્રીનગર લગભગ 10 હજાર ત્રિરંગા અને ભાજપના ઝંડાઓથી ઢંકાઈ ગયું છે. શ્રીનગરમાં નાના રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમની બહાર 24 કલાક અગાઉથી જ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં કાશ્મીરમાં આટલો મોટો જાહેર મેળાવડો જોવા મળ્યો નથી.

વડાપ્રધાન મોદી કાશ્મીર માટે પણ મોટી જાહેરાત કરી શકે છે

જમ્મુ-કાશ્મીર પ્રશાસનની સાથે ભાજપ દ્વારા પણ રેલીને યાદગાર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ તૈયારીઓમાં વ્યસ્ત છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી અને ભાજપ દેશને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કાશ્મીર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ગેરંટીની આ સિઝનમાં વડાપ્રધાન મોદી કાશ્મીર માટે પણ મોટી જાહેરાત કરી શકે છે.

કાશ્મીરના લોકોને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.

શ્રીનગરમાં વડાપ્રધાન મોદીની જાહેરસભા પહેલા કાશ્મીરના લોકોને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. જેમાં સ્થાનિક લોકોને પીએમની જાહેર સભામાં ન આવવાની ધમકી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI કાશ્મીરમાં પીએમની રેલીનો બહિષ્કાર કરવા માટે મોબાઈલ અને લેન્ડલાઈન પર ધમકીભર્યા કોલ કરી રહી છે. કાશ્મીરના લોકોને અલગ-અલગ આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી કોલ આવી રહ્યા છે. ફોન ઉપાડતી વખતે લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે અને પીએમની રેલીથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ અંગે સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલBhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવીTobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજી મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા
'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા
Embed widget