PM Modi : છત્રીનો ઉલ્લેખ કરી PM મોદીએ ખડગેના ખભે બંદુક મુકી આ નેતાને બનાવ્યા નિશાન
પીએમ મોદીએ કહ્યું હતું કે, મને મલ્લિકાર્જુન ખડગે માટે ખૂબ જ માન છે. પરંતુ હાલ કોંગ્રેસનું અધિવેશન ચાલી રહ્યું હતું. તે સૌથી વરિષ્ઠ છે. ધોમ ધખતો તાપ હતો પણ ખડગે જીને તડકામાં પણ છત્રી યે નસીબ ના થઈ.
PM Modi On Mallikarjun Kharge: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કર્ણાટકના ચૂંટણી રાજ્યના બેલાગવીમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ મલ્લિકાર્જુન ખડગેના બહાને ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતાં. પીએમ મોદીએ કહ્યું હતું કે, ખડગે માત્ર કર્ણાટકના જ છે. પરંતુ તેમનું અસલી રિમોટ કંટ્રોલ કોઈ બીજાના હાથમાં છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, મને મલ્લિકાર્જુન ખડગે માટે ખૂબ જ માન છે. પરંતુ હાલ કોંગ્રેસનું અધિવેશન ચાલી રહ્યું હતું. તે સૌથી વરિષ્ઠ છે. ધોમ ધખતો તાપ હતો પણ ખડગે જીને તડકામાં પણ છત્રી યે નસીબ ના થઈ. છત્રી કોઈ બીજા માટે હતી. આ જોઈને જનતા સમજી રહી છે કે રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ કર્ણાટકનું અપમાન કરે છે. કોંગ્રેસ કર્ણાટકના નેતાઓનું અપમાન કરે છે. આટલી મોટી રકમ પળવારમાં ટ્રાન્સફર થઈ ગઈ અને તેમાં કોઈ વચેટિયો નહોતો, કોઈ કટ-કમિશન નહોતું, કોઈ ભ્રષ્ટાચાર નહોતો. જો કોંગ્રેસે 16 હજાર કરોડ રૂપિયાનું વિચાર્યું હોત તો 12-13 હજાર કરોડ રૂપિયા તો ક્યાંક ગાયબ જ થઈ ગયા હોત. પરંતુ આ મોદી સરકાર છે, દરેક પૈસો તમારો છે અને એ તમારા માટે જ છે.
વડાપ્રધાન મોદીએ કર્ણાટકના બેલાગવીમાં PM કિસાન સન્માન નિધિના 13મા હપ્તા તરીકે 8 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં 16,800 કરોડથી વધુની રકમ જારી કરી હતે. તેમણે કહ્યું હતું કે, તમારો (બેલગવીના લોકોનો) પ્રેમ અને આશીર્વાદ મળ્યા બાદ અમને બધાને દિવસ-રાત મહેનત કરવાની પ્રેરણા મળે છે. બેલગવીની ધરતી પર આવવું એ કોઈ તીર્થયાત્રાથી ઓછું નથી.
PM Modi In Bengaluru: 'કંતારા' ફેમ રિષભ શેટ્ટી અને 'KGF' ફેમ યશે કરી PM મોદી સાથે મુલાકાત, સાઉથ સિનેમા વિશે કહી આ વાત
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરવા બેંગલુરુ (Bengaluru) પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાજભવનમાં કન્નડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સને મળ્યા હતા. જેમાં 'KGF' ફેમ યશ પણ સામેલ છે. અહેવાલો અનુસાર રાજભવનમાં આ બધા માટે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
દક્ષિણના સ્ટાર્સે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી
સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં પીએમ મોદી (PM Modi) સાથે 'KGF 2'ની જોરદાર સફળતા બાદ કન્નડ સિનેમાનો પ્રખ્યાત ચહેરો બની ગયેલા યશ તેમજ ઋષભ શેટ્ટી કે જેઓ રાતોરાત બ્રાન્ડ અને સમગ્ર ભારતના સ્ટાર બની ગયા છે તેઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સાથે જ દિવંગત અભિનેતા પુનીત રાજકુમારની પત્ની પણ પીએમ મોદીને મળ્યા હતા. આ બેઠક દરમિયાન મનોરંજન ઉદ્યોગના અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં થિયેટરોની સંખ્યામાં વધારો, સિનેમાની અસર અને અર્થતંત્રમાં સિનેમાનું યોગદાન જેવા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.