શોધખોળ કરો

PM Modi on Farmers Protest: PM મોદીએ ખેડૂતો આંદોલન સમાપ્ત કરવાની કરી અપીલ, MSPને લઈને શું કહ્યું ?

રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષે આ મુદ્દે અચાનક યૂ-ટર્ન લઈ લીધો છે. પીએમ મોદીએ ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી છે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા સવા બે મહિનાથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે. તેની વચ્ચે આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે, સદનમાં ખેડૂત આંદોલન પર ચર્ચા થઈ. જે પણ બતાવામાં આવ્યું તે આંદોલનને લઇને કહેવામાં  આવ્યું પરંતુ મૂળ વાત પર ચર્ચા થઇ નહીં. પીએમ મોદીએ કહ્યું, મહત્તમ સમય જે વાત થઈ તે આંદોલનને લગતી હતી. કઈ વાતને લઈ આંદોલન છે ? તેના પર સૌ મૌન છે, જે મૂળભૂત વાત છે. તેના પર પણ ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે, આંદોલન પર રાજનીતિ હાવી થઈ રહી છે. વિપક્ષે આ મુદ્દે અચાનક યૂ-ટર્ન લઈ લીધો છે. પીએમ મોદીએ ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી છે. MSPને લઈને પીએમ મોદીએ કહ્યું કે, આપણે એક વખત જોવું જોઈએ કે કૃષિ પરિવર્તનથી બદલાવ આવે છે કે નહીં, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું વિશ્વાસ અપાવું છું કે, માર્કેટને વધુ આધુનિક બનાવાશે. MSP છે, MSP હતું અને MSP રહેશે. આ સદનની પવિત્રતા આપણી સમજીએ. જે 80 કરોડ લોકોને સસ્તામાં રાશન આપવામાં આવે છે તે પણ સતત ચાલુ રહેશે. વડાપ્રધાને કહ્યું કે, દરેક કાયદામાં સારા સૂચનો બાદ ફેરફાર થાય છે. તેથી સારું કરવા માટે સારા સૂચનો સાથે, સારા સુધારો કરવાની તૈયારી સાથે આપણે આગળ વધવું પડશે. હું આપ સૌને નિમંત્રણ આપું છું કે, આપણે દેશને આગળ લઈ જવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આંદોલનકારીઓને સમજાવીને દેશને આગળ લઈ જવાનું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ

SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ

દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ

શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી

Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ

Embed widget