શોધખોળ કરો
Advertisement
ચેન્નઈઃ PM મોદીએ કરુણાનિધિને આપી શ્રદ્ધાંજલિ, અંતિમ દર્શન માટે ઉમટ્યા સમર્થકો
ચેન્નઈઃ દક્ષિણ ભારતના દિગ્ગજ નેતા તથા તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ કરુણાનિધિનું મંગળવારે સાંજે 6.10 કલાકે અવસાન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. કરૂણાનિધિના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ચેન્નઈના રાજાજી હોલમાં રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ આજે ચેન્નઈ આવીને કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી.
કરુણાનિધિના નિધનથી સમગ્ર તમિલનાડુમાં શોકનો માહોલ છે. તેમના ચાહકો ધ્રુસકે ને ધ્રુસકે રહી રહ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શરાબની દુકાનો અને સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત સ્કૂલ-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે.
ભારત સરકારે બુધવારે રાષ્ટ્રીય શોકની જાહેર કરી છે. મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર તેમની સાથેની તસવીર શેર કરીને શોક વ્યક્ત કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement