શોધખોળ કરો
આકાશ વિજયવર્ગીય પર મોદી લાલઘૂમ, કહ્યું- કોઈનો પણ દિકરો હોય, પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ
પાલિકાના અધિકારીને જાહેરામાં બેટથી પીટાઈ કરનારા આકાશ વિજયવર્ગીય ભાજપ કારણદર્શક નોટિસ જાહરે કરશે. જેનો જવાબ 15 દિવસની અંદર આપવો પોડશે.
![આકાશ વિજયવર્ગીય પર મોદી લાલઘૂમ, કહ્યું- કોઈનો પણ દિકરો હોય, પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ pm modi Reacts on mla akash vijayvargiya for assault case bjp will issues notice him આકાશ વિજયવર્ગીય પર મોદી લાલઘૂમ, કહ્યું- કોઈનો પણ દિકરો હોય, પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/02172328/pm-modiq.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં નગર પાલિકાના અધિકારીને જાહેરામાં બેટથી પીટાઈ કરનારા ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નારાજગી દર્શાવી હતી. પીએમ મોદીએ નામ લીધા વગર કહ્યું હતું કે, કોઇનો પણ દીકરો કેમ ન હોય, તેને પાર્ટીથી બહારનો રસ્તો દેખાડવો જોઇએ. આ પ્રકારનો અવ્યવહાર સ્વીકાર્ય નથી.
આ મામલે પીએમ મોદીની પ્રતિક્રિયા બાદ હવે પ્રદેશ ભાજપ આકાશ વિજયવર્ગીયને કારણદર્શક નોટિસ જાહરે કરશે. સૂત્રો અનુસાર આકાશ વિજયવર્ગીયએ આ નોટિસનો જવાબ 15 દિવસની અંદર આપવો પડશે. આ ખબર બાદ આકાશના ઘરની બહાર સન્નાટો છવાઈ ગયો છે. જ્યારે આજનો કાર્યક્રમ પણ સ્થગિત કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, આકાશ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દીકરો છે.
મારપીટના આ મામલે પીએમ મોદીએ નામ લીધા વગર આજે ભાજપ સંસદીય દળની બેઠકમાં આકાશ વિજયવર્ગીયની હરકત પર નારાજગી દર્શાવી હતી. અને કડક વલણ દર્શાવતા કહ્યું હતું કે પુત્ર ભલે કોઈ સાંસદનો હોય કે કોઈ મંત્રીનો. આ પ્રકારની હરકત સહન નહીં કરવામાં આવે. પાર્ટી અંદર અહંકાર, દુરવ્યવહાર અને ઘમંડને કોઈ સ્થાન નથી. જે લોકોએ સ્વાગત કર્યું છે, તેમને પાર્ટીમાં રહેવાનો હક નથી. તમામને પાર્ટીથી કાઢી નાખવા જોઇએ. મધ્યપ્રદેશઃ બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના MLA પુત્રની ગુંડાગીરી, સરકારી અધિકારીને જાહેરમાં બેટથી ફટકાર્યો, જુઓ વીડિયોRajiv Pratap Rudy, BJP MP, on BJP MLA Akash Vijayvargiya: PM Modi today conveyed a clear message to all the party members that such behaviour is not acceptable, be it anyone. https://t.co/dSWto9EogA
— ANI (@ANI) July 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)