મોદીએ સંસદમાં કરેલો કટાક્ષઃ ચાર્વાકને કહા થા કર્જ કરો ઔર ઘી પીઓ, ભગવંત માન હોતે તો કુછ ઔર પીને કો કહતે......જુઓ વીડિયો
સંગરૂરના સાંસદ ભગવંત માનનું નામ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર કરાતાં લોકસભામાં નરેન્દ્ર મોદીએ ભગવંત માન પર કટાક્ષ કરતો એક વીડિયો વાયરલ થયો છે.
ચંદીગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)એ ભગવંત માનને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર છે. સંગરૂરના સાંસદ ભગવંત માનનું નામ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર કરાતાં લોકસભામાં નરેન્દ્ર મોદીએ ભગવંત માન પર કટાક્ષ કરતો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મોદી હળવા અંદાજમાં કહે છે પણ માન અકળાઈ જાય છે એ જોઈ શકાય છે.
ભગવંત માનની કહેવાતી બહુ શરાબ પીવાની આદત વિશે મોદીએ આ કટાક્ષ કર્યો હતો. તેનાથી અકળાયેલા ભગવંત માને મોદીને બદનક્ષીની નોટિસ આપવાની જાહેરાત પણ કરી હતી. ભગવંત માને લોકસભાના સ્પીકરને મોદી સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા પણ અરજી આપી હતી.
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)એ ભગવંત માનને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર છે. સંગરૂરના સાંસદ ભગવંત માનનું નામ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું એ સાથે જ ભગવંત માનની એક જૂની તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં ભગવંત માન એક યુવતીને જાહેરમાં કિસ કરી રહ્યા છે ને યુવતી હસી રહી છે.
આ તસવીર દ્વારા ઘણાં લોકો ભગવંત માન સામે સવાલ કરી રહ્યા છે પણ આ યુવતી બીજી કોઈ નહીં પણ ભગવંત માનની પત્નિ ઈન્દરજીત કૌર છે. ભગવંત માન 2014ની લોકસભા ચૂંટણીમાં સંગરૂર બેઠક પરથી પહેલી વાર જીત્યો ત્યારની આ તસવીર છે. ભગવંત માન અને ઈન્દરજીત કૌર એ વખતે સાથે હતાં. ઈન્દરજીતે ભગવંત માનને જીતાડવા માટે જોરદાર પ્રચાર કર્યો હતો. પરિણામ જાહેર થયું તેમાં માન જીતતાં તેણે ખુશ થઈને પત્નિને કિસ કરી લીધી હતી. ભગવંત માન અને ઈન્દરજીતના એ પછી ડિવોર્સ થયા હતા તેથી હાલમાં ઈન્દરજીત માન સાથે નથી રહેતી. ઈન્દરજીત પોતાનાં સંતાનો સાથે અમેરિકા રહે છે. ભગવંત માનને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવાયા હોવાની આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે મોહાલીમાં મંગળવારે જાહેરાત કરી હતી. આ દરમિયાન ભગવંત માનની માતા હરપાલ કૌર પણ હાજર રહ્યાં હતાં.
AAP દ્વારા પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, મુખ્યમંત્રીપદના ઉમેદવારનો નિર્ણય જાહેર વોટિંગ દ્વારા લેવામાં આવ્યો છે. પંજાબના 21 લાખથી વધુ લોકોએ જાહેર મતદાનમાં મત આપ્યો હતો અને માંથી 15 લાખ લોકોએ ભગવંત માનનું નામ જણાવ્યું હતું. આ પહેલાં પાર્ટીના બહુમતી ધારાસભ્યો દ્વારા પણ સાંસદ ભગવંત માનને સીએમ તરીકે જાહેર કરવાની માગ કરવામાં આવી હતી.
પંજાબમાં 20 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. અગાઉ 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ રવિદાસ જયંતીને કારણે તેને આગળ કરતાં હવે 20 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે