શોધખોળ કરો

સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’

pm modi somnath visit: વડાપ્રધાન મોદીએ ગીર સોમનાથમાં પૂજા-અર્ચના કરી; પોખરણ પરમાણુ પરીક્ષણ અને સરદાર પટેલને યાદ કરીને દેશની તાકાત અને અખંડિતતાનો સંદેશ આપ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પીએમ મોદીએ સોમનાથ મંદિરે કુંભાભિષેક કરી દેશને તાકાતનો સંદેશ આપ્યો.
  • સોમનાથના ગૌરવ, હુમલા અને પુનર્નિર્માણની વાત પર ભાર મૂક્યો.
  • પોખરણ પરીક્ષણ અને પ્રતિબંધો છતાં ભારતની અડગતા યાદ કરી.
  • સરદાર પટેલના એકીકરણ અને સોમનાથ મંદિરના સંકલ્પને યાદ કર્યા.

pm modi somnath visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. સોમવારે ગીર સોમનાથમાં ભવ્ય રોડ-શો કર્યા બાદ તેમણે સોમનાથ દાદાના મંદિરે કુંભાભિષેક અને પૂજા-અર્ચના કરી હતી. આ પવિત્ર ભૂમિ પરથી પીએમ મોદીએ દેશ અને દુનિયાને એક મજબૂત સંદેશ આપતા કહ્યું કે, દુનિયાની કોઈ પણ તાકાત ભારતને દબાવી શકે તેમ નથી. આ સાથે જ તેઓ આજે સાંજે વડોદરામાં સરદારધામ છાત્રાલયનું લોકાર્પણ કરવાના છે અને ત્યાં પણ એક જાહેર સભાને સંબોધિત કરશે.

સોમનાથના ગૌરવ અને ભારતની તાકાતની વાત

સોમનાથ અમૃત મહોત્સવમાં બોલતા પીએમ મોદીએ આપણા સાંસ્કૃતિક વારસા વિશે વાત કરી હતી. તેમણે ઇતિહાસને યાદ કરતા કહ્યું કે, ભૂતકાળમાં ઘણા આક્રમણકારોએ સોમનાથ મંદિર પર હુમલો કરીને તેને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સોમનાથને માત્ર ઈંટો અને પથ્થરનું એક માળખું જ સમજતા હતા, એટલે જ મંદિર પર વારંવાર હુમલા થયા. પરંતુ દરેક વખતે સોમનાથ મંદિર ફરીથી અડીખમ ઊભું થઈ ગયું, કારણ કે હુમલાખોરો ભારતની સાચી તાકાત અને વિચારધારાને સમજી જ ન શક્યા. આપણી સંસ્કૃતિ માને છે કે શરીર નાશવંત છે, પણ આત્મા અમર છે અને શિવ જ પરમાત્મા છે જે આપણી સૌથી મોટી ચેતના છે.

પોખરણ પરીક્ષણ અને અડીખમ ભારત

દેશની તાકાતનો અહેસાસ કરાવતા પીએમ મોદીએ 11 મે, 1998 ના રોજ પોખરણમાં થયેલા પરમાણુ પરીક્ષણને પણ યાદ કર્યું. તેમણે કહ્યું કે, જ્યારે ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે આખી દુનિયા આપણી સામે ઊભી થઈ ગઈ હતી. દુનિયાભરના દેશો ગુસ્સામાં હતા અને આપણા પર અનેક આકરા પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા હતા, પણ ભારત કોઈનાથી ડર્યું નહીં કે પીછેહઠ પણ ન કરી. આપણા દેશમાં ક્યારેક આત્મસન્માન જેવા મુદ્દાઓ પર પણ રાજકારણ રમાય છે, પરંતુ રાષ્ટ્રહિત સર્વોપરી હોવું જોઈએ.

એક વર્ષ સુધી સોનું ન ખરીદવાથી દેશમાં શું થશે? પીએમ મોદીની અપીલ પાછળ છે $72 બિલિયનનો ખેલ

સરદાર પટેલનું યોગદાન અને સોમનાથ સાથેનો લગાવ

દેશના એકીકરણમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે, આઝાદી વખતે 500 થી વધુ દેશી રજવાડાઓને ભેગા કરીને સરદાર પટેલે જ અખંડ ભારત બનાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે જ આ સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ લીધો અને તેને પૂરો પણ કર્યો. અંતમાં પીએમ મોદીએ સોમનાથ સાથેના પોતાના ખાસ લગાવને યાદ કરતા કહ્યું કે, તેમને અવારનવાર અહીં મહાદેવના દર્શન કરવાની તક મળતી રહે છે અને આ પવિત્ર ભૂમિ સાથે તેમનો એક અતૂટ નાતો છે.

ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ

Frequently Asked Questions

પીએમ મોદીએ સોમનાથમાં કયા કાર્યક્રમમાં ભાગ લીધો?

પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે મંદિરમાં કુંભાભિષેક અને પૂજા-અર્ચના કરી.

સોમનાથ મંદિર પર વારંવાર હુમલા શા માટે થયા હતા?

ભૂતકાળમાં આક્રમણકારો સોમનાથને માત્ર ઈંટો અને પથ્થરનું માળખું સમજતા હતા. તેઓ ભારતની સાચી તાકાત અને વિચારધારાને સમજી શક્યા નહોતા.

પીએમ મોદીએ પોખરણ પરીક્ષણનો ઉલ્લેખ શા માટે કર્યો?

દેશની તાકાતનો અહેસાસ કરાવવા અને ભારતે પ્રતિબંધો છતાં પીછેહઠ ન કરી તે દર્શાવવા માટે તેમણે પોખરણ પરીક્ષણનો ઉલ્લેખ કર્યો.

સરદાર પટેલે સોમનાથ મંદિરના નિર્માણમાં શું યોગદાન આપ્યું?

સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ લીધો અને તેને પૂર્ણ કર્યો હતો. તેમણે દેશના એકીકરણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget