શોધખોળ કરો
Advertisement
હાલમાં 'પાયલટ પ્રોજેક્ટ' પૂરો થયો, હવે રિયલ કરવું છેઃ PM મોદી
નવી દિલ્હી: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન તરફથી ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પરત કરવાની જાહેરાત પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું, હાલમાં જ એક પાયલટ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આતો પ્રેકિટસ હતી, હવે રિયલ કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મોટી જાહેરાત કરી છે. ઈમરાન ખાને જાહેરાત કરી છે કે પાકિસ્તાન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને કાલે ભારતને પરત કરશે. ઈમરાન ખાને આ જાહેરાત પાકિસ્તાન સંસદમાં કરી હતી.JUST IN: भारतीय पायलट अभिनंदन की रिहाई की खबर पर बोले पीएम @narendramodi अभी-अभी एक पायलट प्रोजेक्ट हो गया, अभी प्रैक्टिस थी, अब रियल करना है pic.twitter.com/6CPml8jigh
— ABP न्यूज़ हिंदी (@abpnewshindi) February 28, 2019
પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાને કહ્યું, શાંતિનો સંકેત આપતા અમે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને કાલે ભારતને પરત કરીશું. ઈમરાન ખાનની આ જાહેરાત બાદ ત્યાં હાજર સાંસદોએ તાળીઓ પાડી હતી. પાયલટ અભિનંદનને કાલે વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે. વાંચો: ભારત-પાકિસ્તાન તણાવને લઈ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકના આગળના દિવસે પાકિસ્તાની વિમાનોએ જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી સેક્ટરમાં ભારતીય વાયુ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતે એક પાકિસ્તાની વિમાનને ધ્વસ્ત કર્યું હતું. આ સંઘર્ષમાં ભારતીય વાયુસેનાનું પણ એક મિગ-2 ક્રેશ થયુ હતું અને વાયુસેનાના પાયલટ અભિનંદનને પાકિસ્તાને ધરપકડ કરી લીધી હતી.#WATCH PM Narendra Modi during Shanti Swarup Bhatnagar Prize for Science and Technology ceremony at Vigyan Bhavan in Delhi. 'Pilot project hone ke baad scalable kiya jata hai, to abhi abhi ek pilot project ho gaya, abhi real karna hai, pehle to practice thi.' pic.twitter.com/SiftXrg4dE
— ANI (@ANI) February 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
Advertisement