PM Modi-Israel PM Talks: પીએમ મોદીએ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ સાથે કરી વાત, ભારત આવવાનું આપ્યું આમંત્રણ
પીએમ મોદીએ ટ્વિટ કર્યું, મારા સારા મિત્ર ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરીને આનંદ થયો.
PM Modi-Benjamin Netanyahu Talks: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (11 જાન્યુઆરી) ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ બેન્જામિન નેતન્યાહુને પણ આમંત્રણ આપ્યું હતું. બેન્જામિન નેતન્યાહુ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદીએ નેતન્યાહુને છઠ્ઠી વખત ઇઝરાયેલના વડા પ્રધાન તરીકે ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સફળ કાર્યકાળની શુભેચ્છા પણ પાઠવી હતી.
આ સંદર્ભમાં પીએમ મોદીએ ટ્વિટ કર્યું, "મારા સારા મિત્ર ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરીને આનંદ થયો. ચૂંટણીમાં તેમની પ્રભાવશાળી જીત અને રેકોર્ડ છઠ્ઠી વખત વડા પ્રધાન બનવા બદલ તેમને અભિનંદન. ખુશી છે કે અમારી પાસે ભારત-ઇઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારી છે."
બંને નેતાઓ વચ્ચે આ ચર્ચા થઈ
બંને નેતાઓએ તાજેતરના વર્ષોમાં ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી ઝડપી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાની ક્ષમતા પર સંમત થયા હતા. વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાનને પણ આમંત્રણ આપ્યું હતું.
Was a pleasure to speak with my good friend, @netanyahu. Congratulated him for his impressive election win and for becoming Prime Minister for a record sixth time. Delighted that we will have another chance to advance the India-Israel Strategic Partnership together. @IsraeliPM
— Narendra Modi (@narendramodi) January 11, 2023
નેતન્યાહુ છઠ્ઠી વખત ઈઝરાયેલના વડાપ્રધાન બન્યા
ગયા ડિસેમ્બર મહિનામાં 73 વર્ષીય નેતન્યાહુ છઠ્ઠી વખત ઈઝરાયેલના વડાપ્રધાન બન્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇઝરાયેલમાં ચૂંટણીના પરિણામો બાદ નેતન્યાહૂની પાર્ટીએ અન્ય કેટલાક પક્ષોના સમર્થન સાથે સરકાર બનાવી હતી. ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેન્જામિન નેતન્યાહુને વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
અકસ્માત બાદ રીક્ષા ગઈ પલટી, દારૂની થઈ રેલમછેલ
પોલીસથી બચવા હવે દારૂના ખેપિયા અલગ તરકીબો અજમાવી રહ્યા છે. વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ રોડ પર દારૂની રેલમછેલ થઈ હતી. રીક્ષામાં પેસેન્જરને બદલે દારૂની હેરાફેરી થતી હતી, જેને લઈ રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અકસ્માતમાં રીક્ષા પલટી મારતાં ભાંડો ફૂટ્યો હતો. રાહદારીઓ દારૂની રેલમછેલનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. પોલીસના બદલે રાહદારીઓએ ખેપિયાને પકડીને ગોરવા પોલીસને સોંપ્યો હતો. જે બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.