શોધખોળ કરો
Advertisement
PM મોદી જંગલમાં ફરતા જોવા મળશે, તેમની સાથે બીજું કોણ હશે? જાણો વિગત
Man Vs Wildના એન્કર બેયર ગ્રિલ્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ કાર્યક્રમનું ટીઝર લોન્ચ કર્યું છે. તેમણે લખ્યું છે કે, દુનિયાના 180 દેશોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અનોખો અંદાજ જોવા મળશે.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વાઘ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવી સરપ્રાઈઝ આપીને સૌને ચોંકાવી દીધા છે. ડિસ્કવરીના ખૂબ ચર્ચિત કાર્યક્રમ ‘Man Vs Wild’ના એક એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ સાથે અમુક એડ્વેન્ચર કરતાં જોવા મળશે. આ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાઢ જંગલમાં ફરતા જોવા મળી રહ્યા છે. હાલ આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.
Man Vs Wildના એન્કર બેયર ગ્રિલ્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ કાર્યક્રમનું ટીઝર લોન્ચ કર્યું છે. તેમણે લખ્યું છે કે, દુનિયાના 180 દેશોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અનોખો અંદાજ જોવા મળશે. તેમાં તેઓ મારી સાથે ભારતના જંગલ વિસ્તારોમાં ફરશે. આ દરમિયાન પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે વાતો પણ કરવામાં આવશે.
આ એપિસોડને 12 ઓગસ્ટે રાત્રે નવ વાગે પ્રસારિત કરવામાં આવશે. 45 સેકન્ડનો જે પણ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે તેમાં નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ તેમનું સ્વાગત કર્યું હતું. આ વીડિયોમાં પીએમ મોદી બેયરને કહી રહ્યા છે કે, તમારા માટે હું આને (બાંબુ)ને મારી પાસે રાખીશ. તેના જવાબમાં બેયર ગ્રિલ્સ કહે છે કે, તમે ભારતના સૌથી મહત્વના વ્યક્તિ છો તેથી તમને સુરક્ષીત રાખવાનું કામ મારું છે. સમગ્ર કાર્યક્રમમાં પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.People across 180 countries will get to see the unknown side of PM @narendramodi as he ventures into Indian wilderness to create awareness about animal conservation & environmental change. Catch Man Vs Wild with PM Modi @DiscoveryIN on August 12 @ 9 pm. #PMModionDiscovery pic.twitter.com/MW2E6aMleE
— Bear Grylls (@BearGrylls) July 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion