PM Modi US Visit: વૉશિંગટનમાં 5 મોટી કંપનીઓના CEOને મળ્યા PM મોદી, ભારતમાં રોકાણ પર થઈ ચર્ચા
PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. આજે પોતાના પ્રવાસના પ્રથમ દિવસે મોદી આઠ બેઠક કરશે, જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે.
PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમેરિકા(pm modi us visit )ના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. આજે પોતાના પ્રવાસના પ્રથમ દિવસે મોદી આઠ બેઠક કરશે, જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે. વ્હાઈટ હાઉસમાં હેરિસ સાથે મુલાકાત સિવાય પીએમ ઓસ્ટ્ર્રલિયા અને જાપાનના પ્રધાનમંત્રી સાતે દ્રિપક્ષીય બેઠક કરશે.
આ બેઠકો પહેલા પીએમ મોદીની અમેરિકાની મોટી કંપનીઓના 5 સીઈઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ વૉશિંગટનમાં પહેલા ક્વાલકૉમના સીઈઓ ક્રિસ્ટિયાનો ઈ એમન સાથે બેઠક કરી. બાદમાં પીએમ અડોબના શાંતનુ નારાયણ અને ફર્સ્ટ સોલરના માર્ક વિડમરને મળ્યા. પીએમ જનરલ એટૉમિક્સના વિવેક લાલ અને બ્લેકસ્ટોનના એ શ્ર્વાર્જમેનની સાથે બેઠક કરી હતી.
બપોરના પીએમ મોદીનો ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોરિસન સાથે દ્રિપક્ષીય બેઠક કરવાનો કાર્યક્રમ છે. બંને નેતાઓ અલગ-અલગ અંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પૂર્વમાં ઘણી વખત મુલાકાતો કરી છે. મોરિસન હાલમાં ઓકસ ગઠબંધન વિશે મોદી સાથે ફોન પર વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ 21મી સદીના ખતરા સામે લડવા હિંદ - પ્રશાંત ક્ષેત્ર માટે ઓક્સ ગઠબંધનની ગત સપ્તાહે જાહેરાત કરી હતી.
તમને જણાવી દઈએ કે, અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ એક નિવેદનમાં તેમની સમગ્ર યાત્રાની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, હું યુએસ પ્રમુખ બિડેન સાથે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન -પ્રદાન કરીશ. હું ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહકારની તકો શોધવા માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવાની રાહ જોઉં છું.
પીએમ મોદીએ આગળ કહ્યું, 'હું મારી મુલાકાત યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં સંબોધન સાથે સમાપ્ત કરીશ, જેમાં કોવિડ રોગચાળો, આતંકવાદ સામે લડવાની જરૂરિયાત, આબોહવા પરિવર્તન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મારી યુએસ મુલાકાત અમેરિકા સાથે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા, અમારા વ્યૂહાત્મક ભાગીદારો જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર અમારા સહયોગને આગળ વધારવાની તક હશે. '