PM Modi Germany Visit: 2022માં પીએમ મોદી પ્રથમ વખત વિદેશ પ્રવાસે જશે, જાણો કયા-ક્યા દેશોની લેશે મુલાકાત
PM Modi Germany Visit: પીએમ મોદી 2-4 મે દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની સત્તાવાર મુલાકાત લેશે
PM Modi Germany Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 થી 4 મે દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની સત્તાવાર મુલાકાત લેશે. 2022માં વડાપ્રધાનની આ પ્રથમ વિદેશ યાત્રા હશે તેમ વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું છે. બર્લિનમાં, પીએમ મોદી જર્મનીના ફેડરલ ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને બંને નેતાઓ ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શની (IGC) 6ઠ્ઠી આવૃત્તિની સહ-અધ્યક્ષતા કરશે.
PM Modi will pay an official visit to Germany, Denmark and France from May 2-4. This will be the Prime Minister’s first visit abroad in 2022: Ministry of External Affairs
— ANI (@ANI) April 27, 2022
(file pic) pic.twitter.com/C9saKcdtPU
ત્યારબાદ પીએમ મોદી ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિકસનના આમંત્રણ પર કોપનહેગન જશે. જ્યાં તેઓ ડેનમાર્ક દ્વારા આયોજિત 2જી ભારત-નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે. 4 મેના રોજ પરત ફરતી વખતે PM પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે.
PM Modi will thereafter travel to Copenhagen at the invitation of Denmark PM Mette Frederiksen. He'll also participate in 2nd India-Nordic Summit being hosted by Denmark. On his return journey on May 4 PM will briefly stopover in Paris and meet French President Emmanuel Macron pic.twitter.com/KJtotUWwz0
— ANI (@ANI) April 27, 2022
આ પણ વાંચોઃ
Fact Check: ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ સરકાર નોકરી, લેપટોપ, મોબાઇલ આપી રહી છે ?