શોધખોળ કરો
Advertisement
PM મોદીએ બિહારની જનતાના નામે પત્ર લખી શું કરી અપીલ, જાણો
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી મોદીએ બિહારની જનતાના નામે પત્ર લખ્યો છે.
નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી મોદીએ બિહારની જનતાના નામે પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે એનડીએના પક્ષમાં મતદાન કરવા અને ફરી એક વખત નીતીશ કુમારના નેતૃત્વમાં સરકાર બનાવવા અપીલ કરી છે. તેમણે બિહાર માટે કરવામાં આવેલા વિકાસના કામનો પણ ઉલ્લેખ કર્યો છે.
પ્રધાનમંત્રીએ લખ્યું, 'મારા પ્રિય બિહારના ભાઈઓ અને બહેનો, સાદર પ્રણામ. આજે આ પત્રના માધ્યમથી તમારી સાથે બિહારના વિકાસ, વિકાસ માટે એનડીએ પર વિશ્વાસ અને વિશ્વાસ બનાવી રાખવા માટે એનડીએના સંકલ્પ વિશે વાત કરવા ઈચ્છુ છું.'
પીએમ મોદીએ બિહારના લોકોને મતની અપીલ કરતા નીતીશ કુમારના નેતૃત્વમાં સરકાર બનાવવાની વાત કરી છે. સાથે જ તેમણે કહ્યું કે ડબલ એન્જિનની તાકાત બિહારને વિકાસની નવી ઉંચાઈ સુધી પહોંચાડશે.
આ પહેલા પીએમ મોદીએ બિહાર ચૂંટણી પ્રચાર સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા હતા. 10 ટ્વિટના માધ્યમથી પીએમ મોદીએ બિહારના લોકોની લોકશાહી જીવન અને બિહારના લોકોના વિકાસ અને કાયદા માટેની આકાંક્ષાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે યુવાનો અને મહિલાઓની ભાગીદારી તેમને પ્રેરણા આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion