અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંશમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ભાજપના દિગ્ગજ નેતાના મોતની ઉડી અફવા, મોદીએ શું કહ્યું?
હૉસ્પીટલે જણાવ્યુ કે પૂર્વ સીએમ કલ્યાણ સિંહની હાલત પહેલા કરતા સારી (Kalyan Singh Health Condition) છે, અને તેમનુ બ્લડ પ્રેશર તથા હાર્ટ બીટ પણ સામાન્ય છે.
લખનઉઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ (Kalyan Singh)ના નિધનની અફવા સોશ્યલ મીડિયા પર ઉડ્યા બાદ લખનઉ સ્થિત સંજય ગાંધી પૉસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યૂટે (SGPGI) મેડિકલ બુલેટિન જાહેર કર્યુ. હૉસ્પીટલે જણાવ્યુ કે પૂર્વ સીએમ કલ્યાણ સિંહની હાલત પહેલા કરતા સારી (Kalyan Singh Health Condition) છે, અને તેમનુ બ્લડ પ્રેશર તથા હાર્ટ બીટ પણ સામાન્ય છે.
સીનિયર ફેકલ્ટીમાં છે ભરતી-
હૉસ્પીટલ તરફથી જાહેર કરાયેલા એક નિવેદન પ્રમાણે, ક્રિટિકલ કેર મેડિસનના આઇસીયુમાં ભરતી કલ્યાણ સિંહની (Kalyan Singh) હાલત સારી છે. તે હેમોડાયનામિક રીતે સ્થિર છે, અને તેમની હાલતમાં સતત સુધારો દેખાઇ રહ્યો છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ- તેમને ઇલાજ સીસીએણ, કાર્ડિયોલૉજી, ન્યૂરોલૉજી, એન્ડોક્રિનોલૉજી અને નેફ્રોલૉજીની સીનિયર ફેકલ્ટીમાં દેખરેખમાં થઇ રહ્યો છે.
કલ્યાણ સિંહની તબિયત અંગે પીએમ મોદીએ શું કહ્યું-
આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કલ્યાણ સિંહના પૌત્ર સાથે વાત કરીને તેમનો હાલચાલ પુછ્યો. પીએમે ટ્વીટ કરીને બતાવ્યુ- આખા દેશના અસંખ્ય લોકો કલ્યાણ સિંહજીના ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. કાલે જેપી નડ્ડા, સીએમ યોગી આદિત્યનાથ અને અન્ય લોકોએ હૉસ્પીટલમાં તેમની મુલાકાત કરી હતી. મેં હમણાં જ તેમના પૌત્ર સાથે વાત કરી અને તેમના હાલચાલની જાણકારી લીધી છે.
કલ્યાણ સિંહ (Kalyan Singh) ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતાઓમાં સામેલ છે. કલ્યાણ સિંહ પહેલીવાર જૂન 1991માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ તેમને પોતાની નૈતિક જવાબદારી લેતા 6 ડિસેમ્બર 1992ના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ ધરી દીધુ હતુ. આ પછી સપ્ટેમ્બર 1997થી નવેમ્બર 1999 સુધી ફરીથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. કલ્યાણ સિંહને બાબરી વિધ્વંસ કેસમાં સીબીઆઇ તપાસનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે બાદમાં સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે તેમને આરોપોથી મુક્ત કરી દીધા હતા.