શોધખોળ કરો
Advertisement
PM મોદીએ કુંભ મેળાના સફાઈકર્મીઓના ભંડોળમાં દાન કર્યા 21 લાખ રૂપિયા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની અંગત બચતમાંથી 21 લાખ રૂપિયા કુંભ મેળા સાથે જોડાયેલા સફાઈકર્મીઓના કલ્યાણ સંબંધી ભંડોળમાં દાન કર્યા છે. વડાપ્રધાન કાર્યાલયના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ખાનગી બચતમાંથી 21 લાખ રૂપિયા કુંભ મેળાના સફાઈકર્મીઓના કલ્યાણ કોષમાં દાન કર્યા છે.
કલબુર્ગીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- ‘હું પાકિસ્તાન કે ભ્રષ્ટાચારીઓથી નથી ડરતો’
પીએમઓના અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હાલમાં દક્ષિણ કોરિયામાં સિયોલ શાંતિ સન્માન પ્રાપ્ત કર્યા બાદ તેઓએ સન્માનમાં મળેલી 1.3 કરોડ રૂપિયાની રકમ નમામિ ગંગે પ્રોજેક્ટમાં આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય કહેવામાં આવ્યું કે હાલમાં જ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન પ્રાપ્ત ભેટ સોગાત ઉપહારોની હરાજીથી એકત્ર થયેલા 3.40 કરોડ રૂપિયા પણ નમામિ ગંગે યોજના માટે દાન કર્યા છે.
આ પહેલા વડાપ્રધાન મોદીએ વર્ષ 2015 સુધી તેઓને મળેલા ભેટ સોગતોની હરાજીથી પ્રાપ્ત 8.33 કરોડ રૂપિયા પણ નમામિ ગંગે મિશન માટે દાન કર્યા હતા. ગુજરાતાના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાની અંગત બચતથી 21 લાખ રૂપિયા ગુજરાત સરકારના કર્મચારીઓની પુત્રીઓને માટે આપ્યા હતા.Prime Minister Narendra Modi donated Rs. 21 lakh from his personal savings to the corpus fund for the welfare of sanitation workers of Kumbh Mela.
This is just the latest in the series of such steps taken by PM Modi. — PMO India (@PMOIndia) March 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement