![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ram Mandir: રામલલા માટે મંદિરમાં શું લઈને પહોંચ્યા હતા PM મોદી, જુઓ
લોકોની 500 વર્ષની રાહ આખરે પૂરી થઈ. અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં રામલલા બિરાજમાન છે. રામ મંદિરના અભિષેક માટે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.
![Ram Mandir: રામલલા માટે મંદિરમાં શું લઈને પહોંચ્યા હતા PM મોદી, જુઓ pm narendra modi have chatra and clothes in his hand for ramlala Ram Mandir: રામલલા માટે મંદિરમાં શું લઈને પહોંચ્યા હતા PM મોદી, જુઓ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/f82f05b081744700359a14b93311480a170591942924078_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ram Mandir pran pratishtha: લોકોની 500 વર્ષની રાહ આખરે પૂરી થઈ. અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં રામલલા બિરાજમાન છે. રામ મંદિરના અભિષેક માટે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આ દરમિયાન આખો દેશ 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યો છે.
રામ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પીએમ મોદીના હાથમાં વસ્ત્રો અને છતર હતું. આ સમય દરમિયાન, પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા સાધુ-સંતો ખૂબ જ ખુશ અને ઉત્સાહથી ભરેલા દેખાતા હતા. પાછળ બેઠેલા વીઆઈપી મહેમાનો તેમના મોબાઈલ ફોન વડે સુંદર દ્રશ્ય કેદ કરતા જોવા મળ્યા હતા.
પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભગવાન શ્રી રામ લલ્લા સોનાના આભૂષણોમાં જોવા મળ્યા હતા. પીએમ મોદી ઉપરાંત આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ ગર્ભગૃહમાં અભિષેક સમયે હાજર હતા. અભિજિત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડાપ્રધાને મંગળધૂન વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ દરમિયાન પીએમ સિવાય સીએમ યોગી આદિત્યનાથ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા.
રામ મંદિર પહોંચતાની સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ પડદાની પાછળ રામલલાની મૂર્તિના દર્શન કર્યા હતા. સોનાથી સુશોભિત રામની મૂર્તિ જોઈને બધાને ગર્વ થયો. આ પછી, યજમાન તરીકે પ્રધાનમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં કમળનું ફૂલ લઈને વિધિની શરૂઆત કરી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પીએમ મોદી રામની ભક્તિમાં ડુબેલા જોવા મળ્યા હતા.
2019 માં, જ્યારે સુપ્રીમ કોર્ટે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો, ત્યારે રામલલાને ટેન્ટમાંથી અસ્થાયી રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. તેની સ્થાપના સીએમ યોગી આદિત્યનાથે કરી હતી. હવે ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અસ્થાયી રામ મંદિરના રામલલાને પણ સામે રાખવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે રામ અગ્નિ નહી પરંતુ ઊર્જા છે. તેમણે કહ્યું કે રામ વિવાદ નથી, પરંતુ સમાધાન છે. પીએમ મોદીએ કહ્યું કે રામ ભારતની આસ્થા છે, રામ ભારતનો આધાર છે, રામ ભારતનો વિચાર છે, રામ ભારતનું વિધાન છે, રામ ભારતનું ચિંતન છે, રામ ભારતની પ્રતિષ્ઠા છે. રામ ભારતનો પ્રતાપ છે. રામ પ્રભાવ છે, રામ પ્રવાહ છે, રામ નિતિ પણ છે, રામ નિત્યતા છે, રામ નિરંતરતા પણ છે. રામ વ્યાપક છે. તેથી જ્યારે રામની પ્રતિષ્ઠા થાય છે તો તેનો પ્રભાવ સદીઓ સુધી ટકતો નથી, તેની અસર હજારો વર્ષો સુધી રહે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)