
PM Modi JK Leaders Meeting: જમ્મુ-કાશ્મીરને લઈ પ્રધાનમંત્રી મોદીની બેઠક પૂર્ણ
મહત્વ પૂર્ણ બેઠકને લઈ કાશ્મીરમાં 48 કલાકનું એલર્ટ અપાયું છે.
LIVE

Background
કૉંગ્રેસે સરકાર સામે પાંચ માંગ રાખી- ગુલામ નબી આઝાદ
પીએમ મોદીની બેઠક બાદ કૉંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે અમે ચર્ચા દરમિયાન જણાવ્યું કે જે રીતે સ્ટેસ ડિઝોલ્વ થયું તે નહોતું થવુ જોઈતું. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર આ કરવામાં આવ્યું. પરંતુ તમામ વસ્તુઓ કહ્યું બાદ અમે પાંચ મોટી માંગ સરકાર સામે રાખી છે. અમે માંગ રાખીને રાજ્યોને દરજ્જો જલ્દી આપવો જોઈએ. અમે એ પણ માંગ રાખી કે કાશ્મીરી પંડિતોને પરત લાવે અને તેમના પુર્નવસનમાં મદદ કરે. રાજકારણ સાથે જોડાયેલા લોકો (પોલિટિક પ્રિઝનર્સ) બંધ છે તેમને છોડવામાં આવે. અમે સરકારને કહ્યું કે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો સમય છે. વિધાનસભા ચૂંટણી જલ્દી યોજાય તે વાત પણ કરી.
પીએમ મોદીને બેઠક પૂર્ણ
જમ્મુ કાશ્મીર પર પ્રધાનમંત્રી મોદીની બેઠક પૂર્ણ થઈ છે. પ્રધાનમંત્રી નિવાસ પર બેઠક આશરે ત્રણ કલાક સુધી ચાલી. જમ્મુ કાશ્મીરના આઠ પક્ષોના 14 નેતાઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી.
જમ્મુ કાશ્મીર પર બેઠક વચ્ચે મુખ્યમંત્રી મમતાનું નિવેદન
દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ પર જમ્મુ કાશ્મીરને લઈને ચાલી રહેલી બેઠક વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સીએમ મમતાએ કહ્યું કાશ્મીરની આઝાદી ન છીનવી લેવી જોઈએ. સીએમ મમતા બેનર્જીએ સવાલ કર્યો કે બે વર્ષમાં ભાજપ નેતાઓ સિવાય કોઈ કાશ્મીર નથી જઈ શક્યું. શું માત્ર ભાજપ દેશભક્ત છે, બાકી બધા આતંકવાદી છે ?
પીએમ મોદીની બેઠકનું અપડેટ
જમ્મુ કાશ્મીરને લઈને પ્રધાનમંત્રી નિવાસ પર બેઠક ચાલી રહી છે. બેઠકમાં પહોંચેલા નેતાઓનું પ્રધાનમંત્રી મોદીએ સ્વાગત કર્યું હતું. આ સાથે જ તમામ નેતાઓ સાથે ફોટો સેશન પણ થયું. આ બેઠકમાં આઠ પક્ષોના 14 નેતાઓ સામેલ થયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જમ્મુ-કશ્મીરના નેતાઓની બેઠક
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

