'તમામ ભારતીય માટે દિવાળી ગિફ્ટ...', GST સ્લેબમાં ઘટાડાની જાહેરાત પર PM મોદીએ શું કહ્યુ?
સરકાર દ્ધારા GST સ્લેબ અંગે એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુ પર કેટલો GST લાગશે

GST કાઉન્સિલની 56મી બેઠકમાં બુધવારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેનાથી સામાન્ય લોકો તેમજ ઉદ્યોગપતિઓને સીધી રાહત મળશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ફક્ત 5 ટકા અને 18 ટકા એમ બે GST સ્લેબ રહેશે. 12 ટકા અને 28 ટકા સ્લેબ નાબૂદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રોજિંદા વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.
During my Independence Day Speech, I had spoken about our intention to bring the Next-Generation reforms in GST.
— Narendra Modi (@narendramodi) September 3, 2025
The Union Government had prepared a detailed proposal for broad-based GST rate rationalisation and process reforms, aimed at ease of living for the common man and…
આ નિર્ણયો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારો સામાન્ય માણસનું જીવન સરળ બનાવશે અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે. પીએમ મોદીએ એક ‘એક્સ’ પોસ્ટમાં કહ્યું હતું કે, " સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મેં GSTમાં આગામી પેઢીના સુધારા લાવવાના અમારા ઇરાદા વિશે વાત કરી હતી. કેન્દ્ર સરકારે વ્યાપક GST દરો અને પ્રક્રિયાગત સુધારાઓને તર્કસંગત બનાવવા માટે એક વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ બનાવવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે." તેમણે વધુમાં કહ્યું હતું કે, "મને જણાવતા આનંદ થાય છે કે કેન્દ્ર અને રાજ્યોનો સમાવેશ કરતી GST કાઉન્સિલ GST દરમાં ઘટાડા અને સુધારાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો સાથે સામૂહિક રીતે સંમત થઈ છે, જેનો લાભ સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને મળશે. આ વ્યાપક સુધારાઓ આપણા નાગરિકોના જીવનમાં સુધારો કરશે અને બધા માટે ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યવસાયો માટે વ્યવસાય કરવામાં સરળતા સુનિશ્ચિત કરશે."
𝐏𝐌 𝐒𝐡𝐫𝐢 @𝐧𝐚𝐫𝐞𝐧𝐝𝐫𝐚𝐦𝐨𝐝𝐢 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐝 𝐭𝐡𝐞 𝐍𝐞𝐱𝐭-𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐆𝐒𝐓 𝐫𝐞𝐟𝐨𝐫𝐦𝐬 𝐢𝐧 𝐡𝐢𝐬 #𝐈𝐧𝐝𝐞𝐩𝐞𝐧𝐝𝐞𝐧𝐜𝐞𝐃𝐚𝐲𝟐𝟎𝟐𝟓 𝐚𝐝𝐝𝐫𝐞𝐬𝐬 𝐟𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐫𝐚𝐦𝐩𝐚𝐫𝐭𝐬 𝐨𝐟 𝐑𝐞𝐝 𝐅𝐨𝐫𝐭. 🇮🇳
— BJP (@BJP4India) September 3, 2025
Working on the same principle, the… pic.twitter.com/fcVysYKCDK
દરેક ભારતીય માટે દિવાળી ભેટ: PM
GST સ્લેબ અંગે એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુ પર કેટલો GST લાગશે. દેશના લોકો માટે PM મોદીનો સંદેશ પણ આ પોસ્ટર પર છે. આમાં PM મોદીએ કહ્યું છે કે, "આ દિવાળી પર GST સુધારો દરેક ભારતીય માટે ભેટ છે. સામાન્ય લોકો માટે કરમાં નોંધપાત્ર ઘટાડો થશે. આપણા MSME અને નાના ઉદ્યોગસાહસિકોને મોટો ફાયદો થશે. રોજિંદા વસ્તુઓ સસ્તી થશે અને અર્થતંત્રને નવી મજબૂતી મળશે." આ વસ્તુઓ સસ્તી થશે
યુએચટી દૂધ, પનીર, પીઝા બ્રેડ, રોટલી, પરાઠા, હવે શૂન્ય જીએસટી સ્લેબમાં મૂકવામાં આવ્યા છે અને તેના પર જીએસટી લાગશે નહીં. આ ઉપરાંત વ્યક્તિગત વીમા પૉલિસી પરનો જીએસટી નાબૂદ કરીને શૂન્ય કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વસ્તુઓ, પેન્સિલો, કટર, રબર અને નોટબુક પર 12 ટકા જીએસટી દૂર કરીને કરમુક્ત કરવામાં આવ્યા છે.
નાણામંત્રીએ કહ્યું કે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપતા શેમ્પૂ, સાબુ, તેલ સહિત રોજિંદા ઘરમાં વપરાતી વસ્તુઓને હવે 5 ટકાની કેટેગરીમાં સમાવવામાં આવી છે. આ ઉપરાંત, નમકીન, પાસ્તા, કોફી, નૂડલ્સ પરનો ટેક્સ પણ 5 ટકા ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. થર્મોમીટર અને ગ્લુકોમીટરને પણ આ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે.



















